શું તમને પણ દાળ ખાવાથી થાય છે ગેસની સમસ્યા ? શરૂ કરો આ ઘરેલૂ ઉપચાર, ચપટી વગાડતા મળશે મુક્તિ

શું તમને પણ દાળ ખાવાથી થાય છે ગેસની સમસ્યા ? શરૂ કરો આ ઘરેલૂ ઉપચાર, ચપટી વગાડતા મળશે મુક્તિ

રોજિંદા જીવનમાં દાળનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમકે તમે જાણો જ છો કે દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને જરૂરી મિનરલ્સ જોવા મળે છે, પરંતુ ઘણા લોકોને દાળ ખાધા પછી ગેસની સમસ્યા પણ થાય છે. તેથી દાળ હંમેશા દિવસ દરમિયાન ખાવી જોઈએ. અમુક કઠોળ જેમ કે વટાણા, રાજમા, ચણા વગેરે ખાવાથી પણ ગેસની સમસ્યા વધુ થવા લાગે છે. આજે અમે તમને જણાવીશું કે કયા ઘરેલુ ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

છાશ પીવાથી ગેસની સમસ્યામાંથી મળશે રાહત

છાશ બનાવવા માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. છાશમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. જો તમને ગેસની સમસ્યા હોય તો છાશમાં થોડા કાળા મરી અને ધાણાનો રસ મિક્સ કરો. છાશનું સેવન કરવાથી તમને ગેસની સમસ્યામાંથી તરત જ રાહત મળશે.

એપલ વિનેગર

દાળ ખાવાથી એસિડ રિફ્લેક્સની સમસ્યા થાય છે, જેના કારણે પેટમાં એસિડની ઉણપ થવા લાગે છે. જો આવું થાય તો એપલ વિનેગર તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે. એક કપ પાણીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરો. આમ કરવાથી તમને ગેસની સમસ્યાથી રાહત મળશે.

જીરુંનો કરો ઉપયોગ

જીરાના ઉપયોગથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેનું સેવન કરવાથી ન માત્ર ગેસની સમસ્યાથી રાહત મળે છે પરંતુ પેટના દુખાવાથી પણ છુટકારો મળે છે. જમ્યા પછી શેકેલા જીરાને વાટીને પાણીમાં મિક્સ કરી લો. ત્યાર બાદ તેનું સેવન કરો. તમે ગરમ પાણીમાં જીરું ઉમેરીને પણ પી શકો છો.

તુલસીનું સેવન છે લાભદાયી

તુલસીના પાનનું સેવન કરવાથી તમને ગેસની સમસ્યામાંથી તરત જ રાહત મળશે. જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે તુલસીના તાજા પાનને તોડીને ખાવા જોઈએ. જો તમે ખાલી તુલસીના પાન ખાવા નથી માંગતા તો તેને ગરમ પાણીમાં નાખીને પણ તેનું સેવન કરી શકો છો.

તજની ચાનું કરો સેવન

તજ ખાવાથી પેટની પાચન પ્રક્રિયા સુધરે છે. આ ઉપરાંત તજ જઠરાંત્રિય માર્ગમાં ચેપને દૂર કરવામાં મદદ કરે છે. ગેસની સમસ્યા હોય તો તજમાંથી બનેલી ચાનું સેવન કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow