શાક અને સલાડમાં ટામેટુ નાખીને ખાવ છો? તો થઈ જજો સાવધાન, આ 4 બિમારીઓના થઈ શકો છો શિકાર

શાક અને સલાડમાં ટામેટુ નાખીને ખાવ છો? તો થઈ જજો સાવધાન, આ 4 બિમારીઓના થઈ શકો છો શિકાર

અમુક લોકોને ટામેટા ખાવા એટલા પસંદ હોય છે કે તે શાકભાજી, સલાડથી લઈને દરેક વસ્તુમાં ટામેટા નાખીને ખાય છે. ટામેટાને સૌથી વધારે જરૂરી શાકભાજીમાંથી એક માનવામાં આવે છે. ટામેટાની એક સારી વાત એ છે કે તે તમને દરેક સીઝનમાં સરળતાથી મળી જાય છે. આજકાલ ઘરોમાં ટામેટા ઘણા પ્રકારે ખાવામાં આવે છે.

ટામેટાની સેન્ડવિચ, ટામેટાની ચટણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ટામેટાને તમે ઘણા પ્રકારથી ખાઈ શકો છો અને તેના ઘણા ફાયદા પણ છે. પરંતુ અમુક લોકો તેને ખૂબ જ ફાયદાકારક માને છે પરંતુ તે હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

વધારે ટામેટા ખાવા કેમ છે ખતરનાક?
તમારી જાણકારી અનુસાર ટામેટા પેટમાં ગેસ કરી શકે છે. સાથે જ હેલ્થ સાથે જોડાયેલી પરેશાનીઓનું કારણ બની શકે છે. માટે તેને એક લિમિટ સુધી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. ટામેટા વધારે ખાવાથી એસિડ રિફ્લેક્સ, ડાયજેશનમાં પ્રોબ્લેમ, એલર્જી અને ઘણી બીજી સમસ્યા થઈ શકે છે.

તમે પણ જો વધારે ટામેટા ખાવ છો તો તેના સાઈડ ઈફેક્ટ્સ પણ જાણી લેવા જોઈએ. એક રિપોર્ટ અનુસાર જો તમે એસિડ રિફ્લક્સની સમસ્યા છે તો ટામેટા ખાવા બાદ આ તમારી સમસ્યા વધારી શકે છે. ટામેટાથી થતા એસિડ ગેસ્ટ્રિક એસિડ છોડે છે.

ટામેટાના 4 મોટા નુકસાન  

પેટની સમસ્યા
જો ભોજન કર્યા બાદ તમારા પેટમાં બ્લોટિંગ થાય છે તો તમારે ટામેટા ન ખાવા જોઈએ. ટામેટા ખાવાથી ઈરિચેબલ બોવલ સિંડ્રોમ ટ્રિગર થાય છે. સાથે જ આંતરડાની સમસ્યા શરૂ થઈ શકે છે. જેમને પાચન ક્રિયામાં સમસ્યા છે તેમને પણ ટામેટા ખાવાથી બચવું જોઈએ.

થઈ શકે છે એલર્જી
ટામટામાં મળી આવતા યૌગિક હિસ્ટામાઈન શરીરમાં એલર્જીનું કારણ બની શકે છે. ટામેટા વધારે પ્રમાણમાં ખાવાથી ખાંસી, છીંક, એક્ઝિમા, ગળામાં બળતરા, ચહેરા, મોઠા અને જીભમાં સોજા જેવી પરેશાનીઓ થઈ શકે છે. જો તમને કોઈ વસ્તુથી એલર્જી છે તો ટામેટુ ભૂલથી પણ ન ખાવ તમારી એલર્જી વધી શકે છે.

કિડની સ્ટોન
ટામેટામાં ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ અને ઓક્સાલેટ મળી આવે છે જેને વધારે ખાવાથી કિડની સ્ટોન થઈ શકે છે. સાથે જ કિડની સાથે જોડાયેલી બિમારીઓ પણ થઈ શકે છે. કિડનીથી જોડાયેલી બિમારીથી બચવા માંગો છો તો વધારે ટામેટા ન ખાવા જોઈએ.

સંધિવાનું કારણ
ટામેટામાં મળી આવતા હિસ્ટામાઈન અને સોલનિન શરીરમાં કેલ્શિયમ બને છે. જેના કારણે જોઈન્ટ્સમાં સોજા થવાના ચાન્સ વધી જાય છે. તેના કારણે ચાલવા ફરવામાં ખૂબ વધારે દુખાવો થાય છે. ટામેટા વધારે ખાવાથી સંધિવા અથવા અર્થરાઈટિસનું કારણ બને છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow