સવારે ઉઠતાવેંતની સાથે તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, આખોય દિવસ સુધરી જશે

સવારે ઉઠતાવેંતની સાથે તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, આખોય દિવસ સુધરી જશે

હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં સવારે ઉઠીને પોતાની હથેળીના દર્શન કરવાની વાત કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે સવારે ઉંઘમાંથી ઉઠતાની સાથે જ આમ કરવું શુભ છે. તમારા હાથની હથેળીને જોતા પહેલા કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિ તરફ ન જુઓ. ધાર્મિક ગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે હથેળીના સૌથી ઉપરના ભાગમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

હથેળીના દર્શન માનવામાં આવે છે શુભ
ગ્રહ દશાને શુભ બનાવવા માટે ઉંઘમાંથી ઉઠ્યા બાદ હથેળીઓના દર્શન કરવા જોઈએ. તે ઉપરાંત બન્ને હાથોના દર્શન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. સકારાત્મક ઉર્જાને વધારવા માટે હથેળીઓના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે.

આ નાના કામને તમારા દરરોજના જીવનનો નિયમ બનાવવો જોઈએ કારણ કે આ નાનકડું કાર્ય તમારું જીવન બદલી શકે છે. તમારી હથેળીને જોતી વખતે પણ મંત્રનો પાઠ કરવો જોઈએ. સવારે સૌપ્રથમ તમારી બંને હથેળીઓ જોડવાનો પ્રયાસ કરો અને ઓછામાં ઓછા એક વખત આ મંત્રનો જાપ કરો.
"कराग्रे बसते लक्ष्मीः करमध्ये सरस्वती, करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्"

આ મંત્રનો અર્થ થાય છે કે હથેળીઓના આગળના ભાગમાં મા લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળના ભાગમાં ભગવાન ગોવિંદ નિવાસ કરે છે. હું તેમની મુલાકાત પ્રભાતમાં એટલે કે હથેળીમાં કરું છું.  

હથેળીઓમાં હોય છે તીર્થ
ધાર્મિક માન્યતા છે કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચે સરસ્વતી અને સૌથી નીચેના ભાગમાં ગોવિન્દનો વાસ હોય છે. તે ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે હથેળીઓમાં અમુક તીર્થ પણ આવેલા છે. ડાબા હાથની હથેળીની ચારે આંગળીઓમાં દેવતીર્થ છે.  તર્જની આંગળીના મૂળ ભાગમાં પિતૃતીર્થ છે. જ્યારે સૌથી નાની આંગળીમાં પ્રજાપતિ તીર્થ છે.

સાથે જ અંગુઠાના ભાગમાં બ્રહ્મતીર્થ છે. આ સાથે જ ડાબી હથેળીની વચ્ચે અગ્નિતીર્થ છે. જ્યારે ડાબી હથેળીની વચ્ચે સોમતીર્થ છે. આંગળીઓની દરેક જગ્યાઓ અને જ્વોઈન્ટ્સમાં ઋષિતીર્થ છે. માટે તેમના દર્શન કરવા શુભ માનવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow