સસ્તામાં કરી લો આ ઉપાય, વાળ બનશે શાઈની અને હેલ્ધી

સસ્તામાં કરી લો આ ઉપાય, વાળ બનશે શાઈની અને હેલ્ધી

માટી, પોલ્યુશન અને તડકાને કારણે વાળમાં ડ્રાયનેસ આવે છે અને તે ડેમેજ થાય છે. આનું એક કારણ યોગ્ય ડાયટ ન લેવો એ પણ હોઇ શકે છે. તેના કારણે વાળની ચમક ખોવાઇ જાય છે. આ દરેક સમસ્યાથી બચવા માટે તમે આ ઘરેલૂ ઉપાયો ટ્રાય કરી શકો છો. તેનાથી વાળને શાઇની અને સોફ્ટ બનાવી શકાય છે. તો  જાણો વાળને શાઇની અને સોફ્ટ બનાવવાની ટિપ્સ.

ઇંડા

2 ચમચી ડુંગળીના રસમાં 1 ઇંડાની સફેદી મિક્સ કરો. તેનાથી સ્કલ્પ પર મસાજ કરો. 1 કલાક બાદ ધોઇ લો.



લીમડાના પાન

1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરો. તેને રેગ્યુલર વાળ અને સ્કલ્પ પર લગાવો.

કાકડી

2 ચમચી કાકડીની પેસ્ટ વાળ અને સ્કલ્પ પર લગાવો. તેના 1 કલાક બાદ તેને ધોઇ લો.

ઓલિવ ઓઇલ

3-4 ચમચી ઓલિવ ઓઇલને ગરમ કરો. હૂંફાળું થાય ત્યારે મસાજ કરો. હવે ટોવેલને થોડો ગરમ કરીને વાળ પર બાંધો. 1 કલાક બાદ નહાઇ લો.



ખાટું દહીં

2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી વાળ અને સ્કલ્પ પર મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઇ લો.

મધ

2-2 ચમચી મધ અને દૂધ મિક્સ કરો. તેનાથી વાળ પર 5-6 મિનિટ સુધી મસાજ કરો. 1 કલાક બાદ નહાઇ લો.

મેથી દાણા

2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળ પર લગાવો.


ગાજર

રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

અલોવેરા જેલ

રેગ્યુલર 1 ચમચી અલોવેરા જેલને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

બટાકા

2 કે 3 બટાકાને પીસીને રસ કાઢી લો. તેને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ ધોઇ લો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow