ભૂલથી પણ ઘરની છત પર આ ચીજવસ્તુઓ ના મૂકતા, નહીં તો પરિવારમાં વધશે કંકાસ

ભૂલથી પણ ઘરની છત પર આ ચીજવસ્તુઓ ના મૂકતા, નહીં તો પરિવારમાં વધશે કંકાસ

જીવનમાં બનતી ઘટનાઓ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ હોય છે અને એટલા માટે જ આજે અમે તમને ઘરની છત પર રાખવામાં આવેલી નકામી વસ્તુઓ એટલે કે કચરા સાથે જોડાયેલ વાસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર પરિવારમાં સુખ અને પ્રગતિનું મુખ્ય કારણ પણ વાસ્તુ છે. જે ઘરોમાં વાસ્તુના નિયમોને નકારીને કામ કરવામાં આવે તો ઘરમાં એક કે બીજી કોઈ સમસ્યા થતી રહે છે. ઘરના વિવાદોથી લઈને પૈસાની તંગી વાસ્તુ દોષનું પરિણામ હોઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો વિચારજો કે શું તમારે ઘરની છત પર બિનજરૂરી વસ્તુઓ રાખવી જોઈએ? આવો અમે તમને આ વિશે જણાવીએ.

ઘરમાં થઈ શકે છે કલેશ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર કોઈ બિનજરૂરી વસ્તુઓ કે કચરો ન રાખવો જોઈએ આવું  કરવાથી પરિવારના સભ્યોના મન પર નકારાત્મક અસર પડે છે અને આ ઉપરાંત પિતૃ દોષનો પણ અનુભવ થાય છે.  છત પર રાખેલ બિનજરૂરી વસ્તુઓ કે કચરાને કારણે આખા ઘરનું વાતાવરણ બગડી જાય છે અને ઘરમાં ઝઘડાનું કારણ પણ બની શકે છે. એટલા માટે જો તમારા ઘરની છતમાં નકામો કચરો લાંબા સમયથી પડી રહ્યા છો, તો તેને ઘરની બહાર કરો.

ખાસ કરીને આ વસ્તુ ન રાખો છત પર

વાંસ
વાંસ અથવા વાંસની બનેલી કોઈ વસ્તુઓને ક્યારેય છત પર ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરનું વાતાવરણ હંમેશા બગડે છે આવી વસ્તુઓ ઘરની બહાર રાખવાનો પ્રયાસ કરો.

કાટ લાગેલ વસ્તુઓ
ઘરની છત પર કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ જણાવી દઈએ કે આ વાસ્તુ દોષને કારણે આર્થિક મોરચે તમારી સમસ્યાઓ વધી શકે છે. ઉપરાંત ઘરની છત પર કાટ લાગી ગયેલી લોખંડની વસ્તુઓ રાખવાથી પણ શનિદેવ ગુસ્સે થઈ શકે છે.

કાંટાદાર છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. આવા છોડ વ્યક્તિની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે.

તૂટેલા કુંડા
ઘણીવાર જોવા મળ્યું હશે કે કેટલાક લોકો ઘરની છત પર તૂટેલા કુંડામાં રોપા લગાવે છે પણ વાસ્તુમાં આવું કરવું ખોટું છે. છત પર મૂકેલા કુંડા આખા અને સારી સ્થિતિમાં હોવા જોઈએ.

સાવરણી
આ બધા સિવાય ઘરની છત પર ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. કહેવાય છે કે ખાલી છત પર સાવરણી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને શાસ્ત્રોમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવી છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow