સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ વૃક્ષ કે છોડને અડવાની ભૂલ ન કરતાં, ભોગવવા પડશે ગંભીર પરિણામ; જાણો કારણ

સનાતન ધર્મમાં ઘણી એવી પરંપરાઓ છે, જે સદીઓ પસાર થયા બાદ આજે પણ બદસૂરત ચાલી રહી છે. આ પરંપરાઓ પાછળ પોતાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે, જે આટલો લાંબો સમય પસાર થયા બાદ આજે પણ કરોડો લોકોનુ માર્ગદર્શન કરે છે. આવી જ એક મહાન પરંપરા છે, રાત્રે ઝાડ-છોડમાંથી પત્તા ના તોડવા અને તેની સાથે છેડછાડ ન કરવી. શું તમે તેનુ કારણ જાણો છો. જો નહીં તો કોઈ વાંધો નહીં. આજે અમે તમને તેના કારણો વિશે અવગત કરાવીશુ.

મનુષ્યોની જેમ જીવતા પ્રાણી છે વૃક્ષ-છોડ
પુરાણોમાં ઝાડ-છોડને મનુષ્યોની જેમ જીવિત પ્રાણી માનવામાં આવ્યાં છે, જે દિવસે જાગે છે અને સૂર્યાસ્ત બાદ આરામ કરે છે. તેથી રાત્રે તેમના વિશ્રામમાં ખલેલ પાડવી અને ઊંઘમાંથી જગાડવા શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવ્યું છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત બાદ પરીવારના વડીલો વૃક્ષ-છોડના પાંદડા અને તેની સાથે છેડછાડ કરવાની ના પાડે છે.

ઝાડ-છોડ પર પક્ષીઓ અને નાના જીવોનુ રહેઠાણ હોય છે
વાસ્તુ શાસ્ત્ર મુજબ, અંધારુ થયા બાદ વૃક્ષો સાથે છેડછાડ ન કરવાનુ એક કારણ એવુ પણ છે કે ઝાડ-છોડ પર પક્ષીઓ અને નાના જીવોનુ રહેઠાણ હોય છે. એવામાં જો તમે રાત્રે વૃક્ષોને હલાવો છો અથવા તેના પાંદડા તોડો છો તો તેનાથી પક્ષીઓની ઊંઘમાં અડચણ આવે છે અને તેઓ પરેશાન થાય છે. જેનુ ખરાબ પરિણામ તમારે બીજા રૂપમાં ભોગવવુ પડે છે.