આ ફળોની છાલ ઉતારીને તેને ખાવાની ભૂલ ના કરશો, નહીંતર નહીં મળે પોષણ

આ ફળોની છાલ ઉતારીને તેને ખાવાની ભૂલ ના કરશો, નહીંતર નહીં મળે પોષણ

ફળની છાલમાં પોષણનો ખજાનો છુપાયેલો હોય છે

ફળ સૌથી આરોગ્યપ્રદ વસ્તુઓમાં સામેલ હોય છે. વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાઈબર જેવા ઔષધિય ગુણોથી ભરપૂર ફળ સંપૂર્ણ રીતે ફાયદાકારક હોય છે. જેટલુ જરૂરી ફળ ખાવુ હોય છે, એટલું જ જરૂરી ફળ ખાવાની સાચી રીત જાણવી જરૂરી છે. જો ખોટી રીતે ફળનુ સેવન કરવામાં આવે તો તેનુ પુરૂ પોષણ મળતુ નથી. અમુક લોકો ફળની છાલ ઉતારીને ખાય છે. આ પપૈયા અને તરબૂચ જેવા ફળો માટે તો સારું છે, પરંતુ કેટલાંક ફળની છાલમાં પોષણનો ખજાનો છુપાયેલો હોય છે. આવા ફળની છાલને હટાવી ભૂલ હશે. આવો જાણીએ કયા ફ્રૂટ્સની છાલ ઉતારીને ના ખાવી જોઈએ.

કીવી

કીવી ખૂબ હેલ્થ માટે સારું છે. જેની છાલ પણ વધુ ગુણકારી છે. કીવીની છાલ જાડી હોય છે. જેના કારણે ઘણા લોકો છાલને ઉતારીને ફેંકી દે છે. જેની છાલમાં વિટામિન અને ઘણા મિનરલ્સ રહેલા છે, જે આરોગ્યને ફાયદો પહોંચાડે છે.

ચીકૂ

મોટાભાગના લોકો ચીકુની છાલ ઉતારીને ખાવાનુ પસંદ કરે છે. જો કે, તેની છાલ ઉતારવી મુશ્કેલ હોય છે, પરંતુ પછી લોકો વિચારે છે કે તેને ખાવાનો કોઈ અર્થ નથી અને ચીકૂની છાલને ઉતારીને ફેંકી દે છે. ચીકૂની છાલ ઘણી બિમારીઓમાં ફાયદાકારક છે.

નાશપતી

નાશપતી લોકો આરામથી ખાય છે. જેના ફળની સાથે છાલનુ સેવન પણ અવશ્ય કરવુ જોઈએ. નાશપતીની છાલમાં એન્ટીઑક્સિડેન્ટ્સ રહેલા હોય છે, જે હેલ્થ માટે ફાયદાકારક છે. નાશપતીની છાલ હાર્ટ માટે લાભદાયી હોય છે.

સફરજન

સફરજન તો લગભગ દરેક બિમારીમાં ખાવામાં આવે છે. ઘણા લોકો સફરજનની છાલ ઉતારીને ખાવાનુ પસંદ કરે છે, કારણકે આમ કરવુ યોગ્ય નથી. સફરજનની છાલમાં રહેલા પોષક તત્વ બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow