તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાય તો એલર્ટ થઇ જજો

સનાતન ધર્મમાં ઘણા બધા એવા છોડ છે, જેની ધાર્મિક માન્યતાઓ મુજબ પૂજા-પાઠ કરવામાં આવે છે.  

જેની સાથે ઘરે તુલસીનો છોડ મુકવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીનો છોડ તમારા ઘરની શાંતિ અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે.  

આ સાથે તુલસીનો આ છોડ તમને સારું-ખરાબ થવાનો પણ સંકેત આપે છે. તમે વારંવાર જોયુ હશે કે તુલસીનો હર્યોભર્યો છોડ અચાનક સુકાઈ જાય અથવા પછી તુલસીના પાન ખરવા લાગે છે, જે ઘર પર અથવા કોઈ સભ્ય પર દુર્ઘટના થવાના એંધાણ આપે છે.  

તુલસીનો છોડ સુકાવાના સંકેત

ઘણા લોકો પોતાના ઘરે તુલસીનો છોડ મુકીને તેની પૂજા કરે છે. પરંતુ છોડની યોગ્ય સારસંભાળ ના કરવાથી, વધારે અથવા ઓછુ પાણી આપવાથી અથવા પછી ઠંડી વધુ હોવાના કારણે તુલસીનો છોડ સુકાવા લાગે છે.  

પરંતુ ઘરમાં લગાવેલો લીલો છોડ અચાનકથી સુકાવા લાગે તો આ ભવિષ્યમાં ઘટવાની કોઈ મોટી અનહોનિના એંધાણ આપે છે.  

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ સંકેત આ વાત તરફ ઈશારો કરે છે કે તમારા ઘરે વિષ્ણુજીની કૃપા નથી. ધાર્મિક કથાઓ મુજબ, તુલસી શ્રીકૃષ્ણ એટલેકે વિષ્ણુજીને અતિપ્રિય છે.  

શ્રીકૃષ્ણના ચરણમાં તુલસી અર્પણ કરવી શુભ માનવામાં આવી છે. એવામાં તુલસી સુકાય તો તેને નજરઅંદાજ ના કરો.

ઉપાય

  1. તુલસીના છોડને નિયમિત જળ આપો.
  2. સવાર-સાંજ દીવો પ્રગટાવો.
  3. તુલસીના છોડને સાફ અને સ્વચ્છ હોય ત્યારે જ સ્પર્શ કરો.
  4. વધુ સમય સુધી ઠંડા અથવા ગરમ સ્થાન પર ના રાખો.
  5. જો છોડ વારંવાર સુકાઈ રહ્યો છે તો છોડને ઘરમાંથી હટાવી દો.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow