ભૂલથી પણ Vastuને લગતા આ નિયમોને નજરઅંદાજ ન કરતા, નહીં તો ઘરની સુખ-શાંતિ...

આ વસ્તુઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારી શકે છે. આ સિવાય ઘરના વાસ્તુ દોષનુ કારણ પણ બની શકે છે. ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે સુખ-સમૃદ્ધી પણ છીનવાઈ શકે છે. અમે તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે, જે ઘર પર નકારાત્મક પ્રભાવ મુકે છે.

સુગંધિત અત્તર
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં ક્યારેય પણ રાત્રે સુગંધિત વસ્તુઓ જેમકે પરફ્યુમ, અત્તરનો પ્રયોગ ના કરવો જોઈએ. તેજ સુંગધિત અત્તર ઘરમાં નકારાત્મક એનર્જીને પ્રોત્સાહન આપે છે. જેનાથી ઘરમાં નકારાત્મક એનર્જી વધી શકે છે.

ઘરમાં અંધારૂ ના રાખશો
ઘરમાં કોઈ પણ જગ્યાએ વધુ દિવસો સુધી અંધારૂ ના રાખવુ જોઈએ. વધુ દિવસો સુધી આ જગ્યાએ અંધારૂ રાખવાથી વાસ્તુ દોષ વધે છે અને ઘરમાં નકારાત્મક એનર્જીનો સંચાર થાય છે.

પૂજાપાઠ
માનવામાં આવે છે કે જો ઘરમાં દરરોજ પૂજા-પાઠ ના થાય તો પણ નકારાત્મક એનર્જી આવી શકે છે. ઘરમાં દરરોજ પૂજા-પાઠ, નિયમિત રીતે મંત્ર જાપ, દીવો પ્રગટાવવાથી નેગેટીવ એનર્જી જઇ શકે છે.

સ્વચ્છ ઘર
જો ઘર સારુંસારું ના હોય તો પણ ઘરમાં નકારાત્મક એનર્જી આવવા લાગે છે. તેથી પોતાના ઘરને હંમેશા સાફ રાખો.