ફ્રુટ્સ ખાતી વખતે ભૂલથી પણ આવી બેદરકારી ના રાખતા, નહીં તો શરીરને થશે મોટું નુકસાન

ફ્રુટ્સ ખાતી વખતે ભૂલથી પણ આવી બેદરકારી ના રાખતા, નહીં તો શરીરને થશે મોટું નુકસાન
  • ખાટા ફળો સાથે મીઠા ફળો ક્યારેય ન ખાવા

ફળોને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ફળોમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે આપણા શરીરની જરૂરિયાતોને પૂરી કરવા માટે જરૂરી માનવામાં આવે છે.

આ સાથે જ વજન ઘટાડવા માટે પણ ફળો ઘણા ઉપયોગી છે. ફળોમાં કેલરીનું પ્રમાણ ઓછું અને ફાઈબરનું પ્રમાણ વધારે જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ ફળોને કાચા ખાઈ ખાઈ શકે છે કે તેનું જ્યુસ બનાવીને પણ પી શકે છે.

ફળોમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ પણ હોય છે જે શરીર માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. જો કે ફળ ખાતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન ન રાખીએ તો તેનાથી મળતા ફાયદાઓથી વંચિત રહી શકીએ છીએ. ફળનું સેવન કરતાં સમયે તેમાંથી મળતા ફાયદાઓનો લાભ તેને ખાવાની અમુક સાચી રીતથી મળે છે અને આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફળ ખાતી વખતે આ ભૂલ ન કરો
ફળોને મિક્સ ન કરો
આપણા શરીરની અંદર અન્ય કોઈપણ ખોરાક કરતાં ફળો કરતાં વધુ ઝડપી ઓગળે છે પણ જ્યારે અન્ય વસ્તુઓ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે શરીરમાં ઘણા પ્રકારના ઝેરી પદાર્થ બનાવવા લાગે છે જે પાચનને રીતે ધીમું કરી શકે છે.

ખાટા ફળો સાથે મીઠા ફળો ક્યારેય ન ખાવા
મીઠા ફળો સાથે મીઠા ફળો અને ખાટા ફળો ખાટા ફળો સાથે જ ખાવા જોઈએ. કારણ કે દરેક ફળને તમારા પેટમાં અલગ-અલગ પાચન રસની જરૂર હોય છે અને જો તમે ખાટા અને મીઠા ફળો એકસાથે ખાઓ છો તો તે તમારા પાચન પર ખરાબ અસર કરી શકે છે.

રાત્રે ફળ ન ખાવા જોઈએ
રાત્રે સૂતા સમયે 2 કે 3 કલાક પહેલા તમારે કંઈપણ ન ખાવું જોઈએ કારણ કે એ પાચન તંત્ર પર ખરાબ અસર પાડે છે. આપણએ જાણીએ છીએ કે ફળોમાં કુદરતી શુગર જોવા મળે છે અને સૂતા પહેલા ફળોનું સેવન કરવાથી તેની શુગર તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

આ સાથે જ તેમાં ફળમાં શુગરની હાજરીને કારણે તમારું શરીર સક્રિય થઈ શકે છે  તેને કારણે ઊંઘ ઊડી જાય છે. આ સિવાય રાત્રે ફળોનું સેવન કરવાથી તમને એસિડિટીની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

ફળો ખાધા પછી તરત જ પાણી ન પીવું
ઘણા લોકો પણ ફળ ખાધા પછી તરત જ પાણી પીવે છે જએ ખોટું છે. જણાવી દઈએ કે ફળો ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન તંત્રના pH સ્તરમાં અસંતુલન થાય છે,

ખાસ કરીને જ્યારે તમે જ્યારે એવા ફળોનું સેવન કરો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, તરબૂચ, કાકડી, નારંગી વગેરે.  પુષ્કળ પાણીવાળા ફળો પેટની એસિડિટી ઘટાડીને પીએચ સંતુલન બદલી શકે છે. આ માટે એક્સપર્ટ સલાહ આપે છે કે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય હોય એવા ફળો ખાધા પછી પાણી પીવાથી ઝાડા અથવા કોલેરા થઈ શકે છે.

છાલ ઉતારીને ફળ ખાવું
ઘણા ફળનો સૌથી ફાયદાકારક ભાગ તેની છાલ છે. એવા ફળોની છાલમાં ઘણા જરૂરી વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે પણ ઘણા લોકો છાલ ઉતારીને ફળ ખાય છે.

જેના કારણે સ્વાસ્થ્યને કોઈ લાભ મળતો નથી. સફરજનની છાલમાં વધુ માત્રામાં ફાઈબર, વિટામિન સી અને એ હોય છે અને ઘણી સ્ટડી અનુસાર સફરજનની છાલ ખાવાથી સ્થૂળતા અને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow