જિલ્લા યુવા ભાજપ પ્રમુખે ભાગીદાર પર છરીથી હુમલો કર્યો

જિલ્લા યુવા ભાજપ પ્રમુખે ભાગીદાર પર છરીથી હુમલો કર્યો

રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતીષ શિંગાળાએ પૈસાના મુદ્દે મે મહિનામાં તેના જ ભાગીદાર અને ભાજપના કાર્યકર પર સાગરીતો સાથે છરીથી હુમલો કરાવ્યો હતો અને ત્યારબાદ જુલાઇ મહિનામાં તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ સ્ટાફ તેને ઉઠાવી ગયો હતો અને ત્યાં પીઆઇ ગોંડલિયાએ બેરહેમીથી મારમાર્યો હતો, બબ્બે ઘટનાનો ભોગ બનનાર યુવકે તેમની ફરિયાદ પોલીસ નહીં લેતી હોવાના અને સતીષ શિંગાળાના લફરા ખુલ્લા પડી જશે તેવા ભયથી તેણે પોલીસ પાસે માર ખવડાવ્યાનો યુવકે આક્ષેપ કર્યો હતો.

કોઠારિયા રોડ પરની વિક્રાંતિ સોસાયટીમાં રહેતા જિલ્લા યુવા ભાજપની કારોબારીના સભ્ય દર્પણ બારસિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગત તા.2 મેના હાર્દિક મોલિયાએ તેને ફોન કરીને બોલાવતા યુનિવર્સિટી રોડ પર પહોંચ્યો હતો ત્યાં કારમાં અગાઉથી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતીષ શિંગાળા અને ચિરાગ મોલિયા સહિતના બેઠા હતા, કાર આગળ હંકારીને ગાળો દેવાનું શરૂ કર્યું હતું. કાર તાલુકા પોલીસ સ્ટેશનના ગેટ સામે લઇ જઇ રૂ.35 લાખ ભુલી જવા ધમકી આપી હતી,

ત્યારબાદ કાર સાધુવાસવાણી રોડ પર લાવી ત્યાં હાર્દિક અને સતિષ સહિતનાઓએ છરીથી હુમલો કરી સતિષે પોતાની પાસે રહેલી રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા દર્પણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલે પહોંચી હતી, દર્પણ ફરિયાદ આપવા સક્ષમ નહીં હોવાથી પોલીસે તેની વીડિયોગ્રાફી કરી હતી અને બીજા દિવસે ફરિયાદ લેવા આવશે તેવું નક્કી થયું હતું, પરંતુ બીજા દિવસે પોલીસ પહોંચી ત્યારે હોસ્પિટલના ગેટથી જ સતીષ શિંગાળાએ ફરિયાદ કરવી નથી તેવું બારોબાર લખાવી પોલીસને રવાના કરી દીધી હતી.

ત્યારબાદ 5 જુલાઇના દર્પણ સુરત તેની બહેનની સગાઇનો પ્રસંગ પૂરો કરીને રાજકોટ આવ્યો હતો અને કાલાવડ રોડ પર આવાસ ક્વાટર્સ નજીક કારમાં બેઠો હતો ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓ ધસી આવ્યા હતા અને કારમાં બેસી કાર તાલુકા પોલીસ મથકે લઇ ગયા હતા, પોલીસ સ્ટેશને પહોંચતા જ પીઆઇ ગોંડલિયાએ દર્પણને 25 ધોકા ફટકાર્યા હતા અને સતીષ શિંગાળા વિરૂધ્ધના જે કંઇ પુરાવા મોબાઇલમાં હોય તેનો નાશ કરી દેવા ધમકાવ્યો હતો, પીઆઇ શિંગાળાએ ઢોરમાર માર્યાનો હાર્દિકે આક્ષેપ કર્યો હતો. હાર્દિકે એવું પણ જણાવ્યું હતું કે, પોતે અને સતીષ શિંગાળા અગાઉ સાથે ભાગીદારીમાં ધંધો કરતા હતા તેના રૂ. 35 લાખ લેણા હતા તે રકમની ઉઘરાણી કરતાં સતીષે પૈસા નહી આપવા માટે હુમલો કર્યો હતો,

સતીષ શીંગાળાને 12 વર્ષની પુત્રી છે, અને તે અનેક યુવતીઓ સાથે સંબંધ ધરાવે છે અને તેના પુરાવા હાર્દિક પાસે હોય તે બદનામ કરી દેશે તેવો ભય લાગતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગોંડલિયા સાથેની વગનો લાભ ઉઠાવી ગોંડલિયા પાસે માર ખવડાવ્યો હતો. આ મામલે પીઆઇ ગોંડલિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ જણાવ્યું હતું કે, દર્પણ બારસિયા સામે એક અરજી થઇ હતી તે અરજીના કામે તેને પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો પરંતુ માર માર્યાની વાત પાયાવિહોણી છે, બીજીબાજુ પોતાના પર સતીષ સહિતનાઓએ કરેલા હુમલામાં સતીષે બારોબાર ફરિયાદ નહી કરવાનું લખાવી પોલીસને રવાના કરી હતી, પોતે ફરિયાદ કરવા ઇચ્છે છે તે વાત લઇને હાર્દિક અનેક વખત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગયો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી નહોતી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow