JIOની રાહ પર ચાલ્યું Disney + Hotstar, બે મોટી ટૂર્નામેન્ટ ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી

JIOની રાહ પર ચાલ્યું Disney + Hotstar, બે મોટી ટૂર્નામેન્ટ ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી

OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારે શુક્રવારે (9 જૂન) જાહેરાત કરી હતી કે વપરાશકર્તાઓ એશિયા કપ 2023 અને ICC મેન્સ ક્રિકેટ ODI વર્લ્ડ કપ 2023ની તમામ મેચ એપ પર મફતમાં જોઈ શકશે.

Hotstar તેના વ્યૂઅરશિપ વધારવા માટે મુકેશ અંબાણીની Jio સિનેમા પદ્ધતિ અજમાવવા જઈ રહી છે. આમ કરીને Disney + Hotstar ભારતમાં Jio Cinemaના વિકાસને પડકારવા માગે છે. Jio સિનેમાએ IPL 2023ની તમામ મેચ ફ્રીમાં બતાવી હતી, જેના કારણે કંપનીને રેકોર્ડ વ્યૂઅરશિપ મળી હતી.

યુઝર્સને મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર નહીં પડે
ડિઝની+હોટસ્ટાર પણ હવે એશિયા કપ અને વર્લ્ડ કપની તમામ મેચ મફતમાં બતાવીને રેકોર્ડ વ્યૂઅરશિપ હાંસલ કરવા માગે છે. જે વપરાશકર્તાઓ Disney+ Hotstar એપનો ઉપયોગ કરે છે તેમને એશિયા કપ અને વર્લ્ડ કપની તમામ મેચ જોવા માટે કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં.

એશિયા કપ સપ્ટેમ્બરમાં અને વન-ડે વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે
નવા વપરાશકર્તાઓ તેમના મોબાઈલ ફોનમાં Disney+Hotstar એપ ઈન્સ્ટોલ કરીને બન્ને ટૂર્નામેન્ટની તમામ મેચ મફતમાં જોઈ શકશે. કંપનીનો દાવો છે કે 54 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સને આનો ફાયદો થશે. એશિયા કપ સપ્ટેમ્બરમાં અને વન-ડે વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે.

ડિઝની + હોટસ્ટારના વડાએ કહ્યું - અમે દર્શકોને ખુશ કર્યા
ડિઝની + હોટસ્ટારના વડા સજીથ શિવનંદને જણાવ્યું હતું કે 'અમારી કંપની ભારતમાં ઝડપથી વિકસતા OTT ઉદ્યોગમાં મોખરે છે. અમે અત્યારસુધીમાં દર્શકોના અનુભવને વધારવા માટે ઘણી નવીનતાઓ રજૂ કરી છે, જેની સાથે અમે વૈશ્વિક સ્તરે અમારા દર્શકોને આનંદિત કર્યા છે.'

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow