પાક.ના નારાજ સેના અધિકારી આતંકવાદી સંગઠનમાં જોડાયા

પાક.ના નારાજ સેના અધિકારી આતંકવાદી સંગઠનમાં જોડાયા

પાકિસ્તાનમાં સેના અને સુરક્ષાદળોને નિશાન બનાવનાર આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન મજબૂત બની રહ્યું છે. સરકારીની નીતિઓથી અસંતુષ્ટ એવા સેનાના અધિકારીઓ તેની સાથે જોડાઈ રહ્યા છે. બળવાખોરોમાં સેનાની સાથે નેવી અને એરફોર્સના અધિકારીઓ પણ આતંકી સંગઠનને સમર્થન આપી રહ્યા છે. ટીટીપીએ આ લોકોના નામ જેહાદી ચેનલ ‘તકબીર મીડિયા’માં પર વીડિયો મારફતે જાહેર કર્યા છે. વીડિયોમાં નામની સાથે ફોટા પણ બતાવવામાં આવ્યા છે.

એક સુરક્ષા વિશ્લેષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટીટીપીએ અબ્બાસીના નામને ગુપ્ત રાખ્યું છે. અબ્બાસીની તાલિબાન સાથેની સાંઠગાંઠ વિશેની માહિતી તે સમયે પણ જાહેર કરાઇ ન હતી જ્યારે તેને કોર્ટ માર્શલ કરાયું હતું. બળવાના નિષ્ફળ પ્રયાસને તેને “ઓપરેશન ખિલાફ” નામ આપ્યું હતું અને તેની મુક્તિ પછી મુશર્રફના કહેવાથી 1999માં ‘હિઝબ અલ્લાહ પાકિસ્તા’ નામની ધાર્મિક-રાજકીય પાર્ટીની રચના હતી. તે ઇસ્લામિક વ્યવસ્થા લાગુ કરવા માગતી હતી.

બીજી તરફ એક સુરક્ષા વિશ્લેષકે પ્રતિબંધિત ટીટીપીમાં સામેલ સેનાના જવાનો મુદ્દે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ તાલિબાનો દ્વારા અધિક સશસ્ત્રદળોના કર્મીઓની ભરતી કરવાનો એક પ્રયાસ છે. અદનાન રાશિદ કેટલો ઘાતક હતો તે આપણે જોઈ ચૂક્યા છીએ. તેમણે કહ્યું કે સુરક્ષાદળો આ કથિત ભાગેડુઓને તેમની વિરુદ્ધ અભિયાન ચલાવીને ખતમ કરવાનો પ્રયાસ કરશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow