દિલીપ કુમારની બહેન ફરીદા હોસ્પિટલમાં એડમિટ

દિલીપ કુમારની બહેન ફરીદા હોસ્પિટલમાં એડમિટ

બોલિવૂડના દિવંગત એક્ટર દિલીપ કુમારની નાની બહેન ફરીદાની તબિયત ગંભીર છે. તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમા એડમિટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફરીદાના ભત્રીજા સાકિબ (મહબૂબ ખાનનો પૌત્ર), ઈમરાન તથા સાયરાબાનો હોસ્પિટલમાં ફરીદાની દેખરેખ રાખે છે.

તબિયતમાં સુધારો થઈ રહ્યો છે
ઇ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, ફરીદાની તબિયત ઘણી જ ખરાબ હતી, પરંતુ 22 નવેમ્બરથી તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેઓ છેલ્લાં સાત દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાયરા સતત કોકિલાબેન હોસ્પિટલમાં આવ-જા કરે છે. જોકે, તેમની તબિયત પણ હવે સારી રહેતી નથી. દિલીપ કુમારના અવસાન બાદ તેમની તબિયત લથડી છે. તેમના માટે રોજ બાંદ્રાથી અંધેરી સુધીની સફર સરળ નથી.

ગયા વર્ષે સાયરાબાનોને ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતા
ગયા વર્ષે સાયરાબાનોને હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તે સમયે તેમની હાલત ઘણી જ સીરિયસ હતી. તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના અવસાન બાદ સાયરાબાનો ડિપ્રેશનમાં સરી પડ્યા હતા.

સાયરાબાનોએ દિલીપ કુમાર સાથે 1966માં લગ્ન કર્યા હતા
સાયરાએ 1961માં ફિલ્મ 'જંગલી'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શમ્મી કપૂર હતા. ત્યારબાદ તે 'બ્લફ માસ્ટર', 'ઝૂક ગયા આસમાન', 'આઈ મિલન કી બેલા', 'પ્યાર મોહબ્બત'. 'વિક્ટોરિયા નંબર 203', 'આદમી ઔર ઈન્સાન' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. સાયરા તથા દિલીપ કુમારે પણ સાથે કામ કર્યું હતું. બંનેએ 1966માં લગ્ન કર્યા હતા. 2021માં સાત જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારનું અવસાન થયું હતું.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow