દિલ્હીમાં ઈન્ડિગો પ્લેનના એન્જિનમાં આગ

દિલ્હીમાં ઈન્ડિગો પ્લેનના એન્જિનમાં આગ

શુક્રવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી એરપોર્ટ પર શુક્રવારે રાત્રે 9:45 કલાકે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના એન્જિનમાં ​​​ટેક-ઓફ દરમિયાન આગ લાગી હતી. જોખમને સમજીને પાઇલટે પ્લેનને રનવે પર જ રોકી દીધું હતું. આમ, પાઇલટની સમજદારીને કારણે મુસાફરોના જીવ બચી ગયા. પ્લેનમાં 184 મુસાફર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નિકલ ખામીને કારણે પ્લેનના એન્જિને આગ પકડી હતી.

વિમાનમાં બેઠેલા મુસાફરોએ બારીમાંથી એન્જિનમાં આગ જોઈને ચોંકી ગયા હતા. ફ્લાઇટે ઉડાન ભરતી વખતે જ આ ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પ્લેનમાં હાજર પેસેન્જરે એનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ટેકઓફ માટે રનવે પર દોડે છે, ત્યારે અચાનક સ્પાર્ક થવા લાગે છે. થોડી જ વારમાં તણખાં આગનું રૂપ ધારણ કરે છે. પાઇલટ તરત જ પ્લેનને રનવે પર જ રોકી દે છે. ત્યાર બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow