3 વર્ષથી સામે આવી રહ્યા છે કોરોનાના અલગ અલગ વેરિએન્ટ

3 વર્ષથી સામે આવી રહ્યા છે કોરોનાના અલગ અલગ વેરિએન્ટ

ચીનમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ Omicron BF.7ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આખો દેશ લગભગ 3 વર્ષથી કોવિડ-19ના વેરિએન્ટનો સામનો કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં આ નવો વેરિએન્ટ લોકોની ચિંતા વધારી રહ્યો છે.

નિષ્ણાંતોના મતે દવાઓની સાથે દેશી ભોજનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે અને કોરોનાના આ નવા વેરિએન્ટથી બચી શકાય છે.

સુપરફૂડ છે આમળા
અમે સુપરફૂડ આમળા વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં ઘણી મેડિકલ પ્રોપર્ટીઝ રહેલી છે. આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહેવામાં આવ્યું છે. જાણો આમળાની કેટલીક હેલ્ધી રેસિપી જેના કારણે તમે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે તમારી જાતને બચાવવાનો પ્રયાસ કરી શકો છો.

આમળાના લાડુ
સામગ્રી

  • આમળા - 20 નંગ અથવા 500 ગ્રામ (ગ્રેટડ),
  • ખજૂર - 10 બીજ કાઢેલી,
  • તલ - 1 ચમચી,
  • ફ્લેક્સ સીડ્સ - 1 ચમચી વાટેલા,
  • એલચી પાવડર - 1/4 ચમચી

બનાવવાની રીત
પહેલા આમળાને ધોઈ લઈ તેને ડ્રાય કરી લો. હવે તેને ગ્રાઈન્ડ કરી લો અને પછી પાણીથી ધોઈ લો અને પછી સૂકવી લો. હવે તેમાં ખજૂરની પેસ્ટ, ઈલાયચી પાવડર, ફ્લેક્સ સીડ્સ અને તલ મિક્સ કરીને લાડુનો આકાર આપો. આ આમળાના લાડુ શરીરમાં વિટામિન સી અને આયર્નની ઉણપને દૂર કરશે. બાળકને ધવડાવતી માતા માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે.

આમળાનો સોસ
સામગ્રી

  • આમળા પલ્પ,
  • ગોળનો પાઉડર,
  • જીરા પાઉડર,
  • બ્લેક સોલ્ટ

બનાવવાની રીત
આમળાને સારી રીતે ધોઈ લીધા પછી તેને નરમ થાય ત્યાં સુધી ઉકાળો. આમળાના બીજ કાઢી લો અને બીજી તરફ પેનમાં પાણી, ગોળ અને આમળાનો પલ્પ મિક્સ કરો. થોડી વારમાં તમારી ચટણી તૈયાર છે.

તમે તેને સ્પ્રાઉટ્સ, ભેલ અથવા ટિક્કીમાં સર્વ કરી શકો છો. તેના હેલ્થ બેનિફિટ્સ વિશે વાત કરીએ તો, તેમાં વિટામિન સી છે, જે સરળતાથી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.

ગર્ભાવસ્થામાં ફોલિક એસિડની ઉણપને દૂર કરવા માટે તેનું સેવન કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow