દુનિયામાં ડીઝલની કટોકટી, મોંઘવારી વધશે

દુનિયામાં ડીઝલની કટોકટી, મોંઘવારી વધશે

ક્રૂડ ઓઇલ સહિત કેટલીક જરૂરી કોમોડિટીના ભાવો ઘટવાથી જે રાહત મળવાની શક્યતા દેખાઇ રહી હતી તે હવે ઓછી થઇ રહી છે. સામાન્ય જનજીવન અને સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઇંધણ ડીઝલની કટોકટી ઊભી થનાર છે. આગામી થોડાક મહિનામાં દુનિયાના દરેક વિસ્તાર તેનાથી પ્રભાવિત થશે.

અમેરિકામાં ડીઝલ સ્ટોક આશરે 40 વર્ષના નીચા સ્તર પર છે. યુરોપમાં પણ આવી જ હાલત છે. દરિયાઇ માર્ગે રશિયાથી ડીઝલની આયાત પર પ્રતિબંધ લાગુ કરાશે ત્યારે માર્ચ સુધી હાલત વધારે ખરાબ થશે. સ્થિતિ અત્યારથી ખરાબ થવા લાગી છે. ડીઝલની વૈશ્વિક નિકાસ ઘટવા લાગી છે. જેની સૌથી વધારે અસર પાકિસ્તાન જેવા ગરીબ દેશો પર થશે.

હકીકતમાં ડીઝલથી માત્ર બસ, ટ્રક, જહાજ અને ટ્રેનો ચાલતી નથી બલકે આનાથી કન્સ્ટ્રક્શન અને ખેતીવાડીમાં કામ આવતાં મશીનો અને ફેક્ટરીઓ પણ ચાલે છે. કુદરતી ગેસની કટોકટી અને કિંમતોમાં ઝડપથી વધારો થવાના કારણે અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં ઘરોને ગરમ રાખવા અને વીજળી પેદા કરવા માટે ડીઝલનો ઉપયોગ કરાય છે. આ જ કારણ છે કે ડીઝલની કટોકટીથી કિંમતમાં વધારાની પ્રતિકુળ અસર દેખાશે.

અમેરિકામાં આ વર્ષે ડીઝલની કિંમત 50 ટકા વધી
અમેરિકામાં ડીઝલની કિંમત ઝડપથી વધી રહી છે. ડીઝલના બેન્ચમાર્ક ન્યુયોર્ક હાર્બરની કિંમત આ વર્ષે આશરે 50 ટકા વધી છે. નવેમ્બરની શરૂઆતમાં તેની કિંમત 4.90 ડોલર પ્રતિ ગેલન ( 105.73 રૂપિયા પ્રતિ લિટર) રહી હતી જે એક વર્ષ પહેલાંની સરખામણીમાં આશરે બે ગણી કિંમત છે. નવી દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ લિટરદીઠ 89.62 હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow