શું તમારી ગોવા જવાની ઇચ્છા અધૂરી રહી ગઇ?

શું તમારી ગોવા જવાની ઇચ્છા અધૂરી રહી ગઇ?

શિયાળો શરૂ થતાની સાથે જ દરેક વ્યક્તિ બરફીલા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરવા લાગે છે. કેટલાકને બરફવાળી જગ્યાઓ ગમે છે તો કેટલાકને ફરવા માટે ગ્રીનરી હોય તેવી જગ્યાઓ પર જવું ગમે છે. એવામાં લગભગ દરેક લોકોએ ગોવા જવાનું સપનું જોયું હશે પણ ઘણી વખત બજેટના કારણે ઘણા લોકોનું આ સપનું અધૂરું રહી જાય છે. જો તમે પણ ગોવા જવાનું સપનું જોયું છે પણ બજેટ નથી તો આ સમાચાર તમારા કામના છે. અમે તમને ભારતમાં આવેલ એક એવી જગ્યા વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ગોવા જેવી જ વાઈબ્સ મેળવી શકો છો.

લક્ષદ્વીપ
ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે લક્ષદ્વીપ. લક્ષદ્વીપના દરિયાકિનારાની ગણતરી ભારતના સૌથી સ્વચ્છ અને સુંદર બીચમાં થાય છે. જણાવી દઈએ કે ત્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ જોવા મળે છે અને જો તમે ગોવા જએવો જ અનુભવ મેળવવા માંગો છો તો તમારા માટે આ ડેસ્ટિનેશનથી વધુ સારી જગ્યા બીજી કોઈ ન હોય શકે. જો કે ખાસ વાત એ છે કે આ જગ્યા સામાન્ય બજેટ ડેસ્ટિનેશન કરતા થોડી મોંઘી છે પણ ગોવા કરતા ઓછા ખર્ચમાં ફરાઈ જશે.

પુડુચેરી -
ભારતમાં બજેટ ફ્રેન્ડલી ફરવાના સ્થળોમાંથી એક છે પુડુચેરી. પથ્થરોથી બનેલ ફ્રેન્ચ ક્વાર્ટર, ગોલ્ડન બીચ, સ્વાદિષ્ટ ભોજનવાળા કેફે, મંદિરો અને ઓરોવિલે આશ્રમ વાળા પુડુચેરી શહેરમાં ફ્રેન્ચ અને ભારતીય સંસ્કૃતિનો અનુભવ એક સાથે મળે છે. જો તમે સસ્તામાં મુસાફરી કરવા માંગો છો અને તો તમારા માટે પુડુચેરી શ્રેષ્ઠ વિકલ્પ છે.

ગોકર્ણ
સાઉથનું ફેમસ બીચ પેરેડાઈઝ ગોકર્ણ લક્ઝરી અને બજેટ પ્રવાસીઓને આકર્ષે છે. ત્યાંના દરિયાકિનારા પર વૉકિંગ કરતી વખતે તમે સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ માણી શકો છો. આ સાથે ત્યાં સૂર્યાસ્ત સાથે ભોજનનો આનંદ પણ લઈ શકો છો. ગોકર્ણ દરિયાકિનારા પર ગોવાનો અનુભવ મળશે. જો તમે બજેટ ટ્રાવેલ કરી રહ્યા છો તો એક વાર આ જગ્યાની અવશ્ય મુલાકાત લો.

કન્યાકુમારી
કન્યાકુમારી એ ભારતમાં શ્રેષ્ઠ બજેટ ફ્રેન્ડલી સ્થળોમાંથી એક છે. ત્યાંના ભવ્ય દરિયાકિનારા, બેસ્ટ આર્કિટેક અને સુંદર મંદિરો તમારી સફરને યાદગાર બનાવે છે. જો તમે ક્યાંય પણ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ચોક્કસપણે તમારી યાદીમાં કન્યાકુમારીને ઉમેરો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow