શું કમાએ ખરેખર કરી લીધા લગ્ન? લોકગાયિકા અલવિરા મીરે જણાવી વાયરલ વીડિયોની હકીકત

શું કમાએ ખરેખર કરી લીધા લગ્ન? લોકગાયિકા અલવિરા મીરે જણાવી વાયરલ વીડિયોની હકીકત


થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં લોકગાયિકા અલવિરા મીર (Alvira Mir) અને કીર્તિદાન ગઢવીના ડાયરામાં હાજરી આપી જાણીતો થયેલા કમાએ હાજરી આપી હતી. આ વીડિયોને કેટલાકે એડિટ કરીને બંનેના લગ્ન થયા હોવાની અફવા ફેલાવી હતી. તેના પર સ્પષ્ટતા કરતાં લોકગાયિકાએ એક ક્લિપ શેર કરી છે અને આવી હરકત કરનાર સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે.

કોઈ પણ સેલિબ્રિટીને બદનાન કરવા અથવા તેના વિશે અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈ પણ હદ સુધી જતાં હોય છે. હાલમાં આવું જ કંઈક ગુજરાતની પ્રખ્યાત અલવિરા મીર (Alvira Mir) સાથે થયું હતું. વાત એમ છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં યોજાયેલી એક ઈવેન્ટના ઓપનિંગમાં તેણે હાજરી આપી હતી, આ સમયે તેની સાથે કમો પણ હતો. આ દરમિયાન તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયો ઈન્ટરનેટ પર ફરતો થતાં કોઈ શખ્સે તેને YouTube પર અપલોડ કર્યો હતો અને કમાના લગ્ન થઈ ગયા હોવાની અફવા ફેલાવી હતી. આ વાતની જાણ અલવિરા મીરને થતાં તેણે હાલમાં ફેસબુક પર ચોખવટ કરતો વીડિયો શેર કર્યો હતો અને આ હરકત સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યું હતું.

અલવિરા મીરે વીડિયો બનાવી કહ્યું હતું કે 'હું અહીંયા તમને એ કહેવા આવી છું કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં મારો એક શો હતો, જેમાં ઓપનિંગમાં હું અને કમાભાઈ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. જ્યાં અમારા બંનેનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો એવા ફોટોને અમુક વિકૃત માણસો, જે આપણી સફળતા જોઈ શકતા નથી અને આપણને બદનામ કરવા માગે છે તેણે YouTube પર એવો લોગો નાખીને શેર કર્યો હતો કે 'જુઓ કમાભાઈના લગ્ન થઈ ગયા'. માણસ સસ્તા વ્યૂ માટે કેટલી હદે જઈ શકે છે તે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ ખરેખર એક હદપાર કહેવાય. તો આપને મારી નમ્ર વિનંતી છે કે જો તમે આ વીડિયો જુઓ તો આગળ શેર નહીં કરતાં. દિલથી નમ્ર વિનંતી. એના આઈડીને રિપોર્ટ કરજો અને તેમના વિરુદ્ધ હું કાયદેસર કાર્યવાહી કરવાની છું. કોઈએ પણ આ ખોટી વાતમાં ભાગ લેવો નહીં તેવી મારી વિનંતી છે. આભાર'.

કોણ છે કમો?

કમાની વાત કરીએ તો, કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં હાજરી આપ્યા બાદ તે પોપ્યુલર થઈ ગઈ. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કમો મૂળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઈ છે. તેમના ત્રણ દીકરા છે અને કમો તેમાં સૌથી નાનો છે. કમો જન્મજાત દિવ્યાંગ હોવા છતાં તેના માતાપિતાએ તેનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કર્યો છે. બાળપણથી જ કમો ખૂબ ધાર્મિક અને સેવાભાવી છે. તેને ભજનનો શોખ હોવાથી ગામમાં જ્યારે પણ કોઈ કોઈપણ કાર્યક્રમ હોય ત્યાં તે ચોક્કસથી હાજરી પૂરાવે છે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow