ધુમ્મસના કારણે IND-SA ચોથી T20 મેચ રદ
ધુમ્મસના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી T20 રદ કરી દેવામાં આવી છે. લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાવાની હતી, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં. અમ્પાયરોએ 6 વાર સ્થિતિનું નિરીક્ષણ કર્યું, પરંતુ રાત્રે 9:30 વાગ્યા સુધી સ્થિતિમાં સુધારો ન થતા મેચ રદ કરી દેવામાં આવી. હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
5 મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 101 રનથી જીતી હતી, ત્યારબાદ સાઉથ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી મેચમાં 51 રનથી જીતીને વાપસી કરી, પરંતુ ત્રીજી મેચમાં ધર્મશાલામાં ભારતે 7 વિકેટથી જીત મેળવીને ફરીથી લીડ મેળવી લીધી.
2 વર્ષ પહેલા 2023 વનડે વર્લ્ડ કપ દરમિયાન ધુમ્મસના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ મેચને રોકવામાં આવી હતી. 15થી 20 મિનિટ માટે થોડા સમય સુધી મેચ રોકાયા બાદ મુકાબલો શરૂ થયો હતો. તે મુકાબલો ભારતે 4 વિકેટથી જીત્યો હતો.