ધોરણ 10નું 27.61% પરિણામ જાહેર

ધોરણ 10નું 27.61% પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઇચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં 27.61 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધો-12 સામાન્ય પ્રવાહનું 51.58% અને ધો-12 સાયન્સનું 41.56% પરિણામ જાહેર થયુ હતું

27.61% વિદ્યાર્થીઓ પાસ જુલાઈ 2025માં રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાયેલી આ પરીક્ષામાં આશરે 1.78 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હતા, તેમના માટે આ પૂરક પરીક્ષા એક બીજી તક સમાન હતી. આ પરીક્ષામાં કુલ 27.61% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

વેબસાઇટ અને વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ જોઈ શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પરથી સરળતાથી જોઈ શકે છે. આ ઉપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પોતાનું પરિણામ જાણી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow