16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે

22 નવેમ્બર એટલે આજથી લગ્નની શરૂઆત થઈ રહી છે. 2022ના છેલ્લાં બે મહિનામાં લગ્ન માટે ખૂબ જ ઓછા મુહૂર્ત છે. આજે 22 તારીખે તે પછી 24, 25, 27 અને 28 નવેમ્બર તથા ડિસેમ્બરમાં 2, 7, 8 અને 9 તારીખે લગ્ન માટે શુભ દિવસ છે. આ પ્રકારે સિઝનનું છેલ્લું લગ્ન મુહૂર્ત 9 ડિસેમ્બરના રોજ રહેશે. પછી 15 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થઈ જશે. આ દરમિયાન લગ્ન થઈ શકતાં નથી. એટલે મકર સંક્રાંતિએ એટલે 15 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન મુહૂર્ત શરૂ થઈ જશે.

લગ્ન મુહૂર્ત માટે તિથિ, વાર અને નક્ષત્રો સાથે જ સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહ સ્થિતિને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે સૂર્ય ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતાં નથી. ત્યાં જ, ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતાં નથી.

16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે
દર મહિને સૂર્ય રાશિ બદલે છે અને એક મહિના સુધી દરેક રાશિમાં રહે છે. પરંતુ જ્યારે તે ધન રાશિમાં આવે છે ત્યારે ધનુર્માસ શરૂ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેતાં નથી. આ વખતે 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે જે 15 જાન્યુઆરી સુધી રહેશે. તે પછી લગ્નનો સમયગાળો ફરી શરૂ થઈ જશે.

ગુરુ ગ્રહનું માર્ગી થવું શુભ રહેશે
જ્યોતિષમાં લગ્નજીવનનો કારક ગ્રહ ગુરુ હોય છે. પતિ-પત્નીના સંબંધો ઉપર આ ગ્રહની શુભ-અશુભ અસર પડે છે. આ ગ્રહ પોતાની જ રાશિમાં છે અને 29 જુલાઈથી વક્રી ચાલી રહ્યો છે. એટલે એટલો ધીમો છે કે પૃથ્વીથી તેને જોવામાં આવે તો પાછળ તરફ ગતિ કરતો જોવા મળશે. હવે આ ગ્રહ 24 નવેમ્બરના રોજ માર્ગી થઈ જશે. ગુરુની આ સ્થિતિના લીધે લગ્ન મુહૂર્ત વધું શુભ થઈ જશે.

શુક્ર ઉદય થવાથી લગ્ન સિઝન શરૂ થશે
2 ઓક્ટોબરના રોજ સૂર્યના નજીક આવવાથી શુક્ર અસ્ત થઈ ગયો હતો. જે હવે 18 નવેમ્બરના રોજ ઉદય થઈ ગયો છે. આ દરમિયાન દેવઊઠી એકાદશીનું વણજોયું મુહૂર્ત પણ હતું પરંતુ શુક્રની આ સ્થિતિના કારણે તે દિવસે પણ લગ્ન થઈ શક્યા નહીં. આ પ્રકારે છેલ્લાં 48 દિવસોથી અસ્ત શુક્રના ઉદય થવાથી લગ્ન સિઝનની શરૂઆત થઈ ગઈ.

આ વર્ષે માત્ર 9 મુહૂર્ત
દેવઊઠી એકાદશી પછી હવે લગ્નની સિઝન શરૂ થઈ જશે. પરંતુ આ વખતે શુક્ર અસ્ત હોવાથી લગ્ન માટેનું પહેલું મુહૂર્ત 22 નવેમ્બરના રોજ એટલે આજે છે. જેથી આ વર્ષે એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે 9 મુહૂર્ત જ રહેશે. પછી ધનુર્માસ શરૂ થઈ જવાના કારણે આવતા વર્ષે 15 જાન્યુઆરીથી લગ્ન શરૂ થશે. જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.

માર્ચ અને એપ્રિલ 2023માં એકપણ મુહૂર્ત રહેશે નહીં
આવતા વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનમાસ રહેશે. એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે ત્યારે પણ લગ્ન કરી શકાય નહીં. એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં. 4 મે 2023થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે જે 27 જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે, આ દિવસથી ચાર મહિના માટે બધા જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.