DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

ઉડ્ડયન નિયમનકાર DGCA એ અકાસા એરના 43 પાઇલટ્સે અચાનક નોકરી છોડી દેવાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ડીજીસીએએ કહ્યું કે તેની પાસે કોઈપણ રોજગાર કરારમાં દખલ કરવાની સત્તા નથી. Akasa Airએ DGCA પર આ વિવાદમાં કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ DGCAનો આ જવાબ આવ્યો છે.

પાઇલોટ્સ નોટિસ આપ્યા વિના એરલાઇન છોડી ગયા બાદ અકાસાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. અકાસાએ કાનૂની ફાઇલિંગમાં કહ્યું હતું કે DGCAના હસ્તક્ષેપના અભાવને કારણે એરલાઇન નાણાકીય નુકસાન સાથે કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અકાસા એરમાં, ફર્સ્ટ ઓફિસર્સ માટે નોટિસ પિરિયડ 6 મહિના અને કેપ્ટન્સ માટે 1 વર્ષ છે.

અકાસા દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે
એરલાઈન્સ અનુસાર, પાઈલટોના રાજીનામાને કારણે તેમને ઓગસ્ટમાં 18% એટલે કે 630 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. અકાસા દરરોજ 120 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એટલે કે તે દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

Read more

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી

By Gujaratnow
ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

રવિવારથી ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ હતી. પીએમ મોદીએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. ફોટો શેર

By Gujaratnow