દેવાયત ખવડને જામીન મળશે? સેશન્સ કોર્ટમાં ફરી કરી અરજી, જાહેરમાં મારામારી બાદ છે કસ્ટડીમાં

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાથી મિત્રોએ ભેગા મળી મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. જે કેસમાં દેવાયત ખવડ લાંબા સમય બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ પૂર્ણ થયા બાદ દેવાયત ખવડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આજે દેવાયત ખવડ અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.
દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ
તમને જણાવી દઇએ કે, દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંના એક ગંભીર ગુનાની નોંધ છે. 2015માં ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તો 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનાઓ નોંધાયેલા છે.
ઘટના બાદ દેવાયત હાજર ન થતા મામલો PMO સુધી પહોચ્યો હતો
રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જે બાદ ફિલ્મી ઢબે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી.
હુમલો કર્યાના 8 દિવસ બાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત નાસી ગયો છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ સમક્ષ હાજર થયો હતો.