વૈશ્વિક દેવામાં વિકાસશીલ દેશોનો 30 ટકા હિસ્સો, ચીન-ભારતનું સૌથી વધુ

વૈશ્વિક દેવામાં વિકાસશીલ દેશોનો 30 ટકા હિસ્સો, ચીન-ભારતનું સૌથી વધુ

છેલ્લા બે દાયકામાં દુનિયાનું કુલ સરકારી દેવું પાંચ ગણાથી વધુ વધ્યું છે. વર્ષ 2022માં તે વધીને રેકોર્ડ 92 ટ્રિલિયન ડૉલર (7,544 લાખ કરોડ રૂ.)ના સ્તરે પહોંચી ગયું છે. તે વર્ષ 2002માં 17 ટ્રિલિયન ડૉલર (1,394 લાખ કરોડ રૂ.) હતું. કુલ વૈશ્વિક સરકારી દેવામાં વિકાસશીલ દેશોનો 30% હિસ્સો છે. તેમાંથી લગભગ 70% દેવું ચીન, ભારત અને બ્રાઝિલને કારણે છે. કુલ 52 દેશ (વિકાસશીલ દેશોનું લગભગ 40%) ગંભીર દેવાના સંકટ હેઠળ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરાયેલા ‘અ વર્લ્ડ ઑફ ડેટ’ નામના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

રિપોર્ટથી જાણવા મળે છે કે દુનિયાભરની કુલ વસતીના લગભગ 330 કરોડ લોકો એવા દેશમાં રહે છે, જે શિક્ષણ, સ્વાસ્થ્યથી વધુ ખર્ચ પોતાનું દેવું ચૂકવવામાં કરે છે. તેમાં આફ્રિકા, પૂર્વ એશિયાના વિકાસશીલ દેશોની સંખ્યા વધુ છે. રિપોર્ટ અનુસાર બે દાયકામાં સરકારી દેવું 5 ગણાથી વધુ વધ્યું છે, જે આર્થિક વિકાસદરથી વધુ છે. 2002માં જીડીપી માત્ર ત્રણ ગણી વધી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow