ગોંડલના મોટાદડવામાંથી 10 પાનાપ્રેમીની અટકાયત

ગોંડલના મોટાદડવામાંથી 10 પાનાપ્રેમીની અટકાયત

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે એલ.સી.બી. સ્ટાફે , કાનપર રોડ, શક્તિ પ્લોટમાં આવેલ ભરત મનજીભાઇ પરમારનાં રહેણાંક મકાનમાં પ્રભાત જયતાભાઇ ડાંગર તથા મહેશ પ્રભાતભાઇ રાઠોડ મારફતે બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી પૈસા પાના વતી તીનપત્તીનો નસીબ આધારિત હારજીતનો જુગાર રમાડતા હોય જુગારનો અખાડો પકડી પાડી જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૩,૫૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- તથા નવ મોબાઇલ ફોન કિ.રૂ. ૨૯,૫૦૦/- તથા બે ફોર વ્હીલ વાહન કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કિ.રૂ.૧૦,૭૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી.

પકડાયેલા આરોપીઓ ભરત મનજીભાઇ પરમાર ઉ.વ. ૪૬ , મહેશ પ્રભાતભાઇ રાઠોડ ઉ.વ. ૩૯, હરેશ પ્રભાતભાઇ રાઠોડ, સરફરાજ અબ્દુલભાઇ દલ ઉ.વ. ૨૯ રહે. વીજપડી ગામ, ચીખલી રોડ, વી.ડી.નગદીયા હાઇસ્કુલની બાજુમાં ભાડેથી તા. સાવરકુંડલા જી.અમરેલી, જયેશભાઇ બાલાભાઇ ચૌહાણ ઉ.વ. ૩૦ રહે- જેસર, બસ સ્ટેશન પાસે, જોગી શેરી તા. જેસર તેમજ વિરાજ ઉર્ફે ટેગો કિશોરભાઇ ચાવડા ઉ.વ. ૩૧ રહે- લાઠી, દરબારી ચોક, સ્વેતા પાટી હાલ- જસદણ, ખાનપર ચોકડી, ધરતી હાઇટ્સ બ્લોક નં. ૪૦૧, વિક્રમ કાળુભાઇ ચાવડા ઉ.વ. ૩૩ રહે- કુંકાવાવ ધનશ્યામનગર તા. વડીયા જી.અમરેલી, સંજયભાઇ નગીનભાઇ જીંજુવાડીયા ઉ.વ. ૫૧ રહે- અમરેલી, લાઠી રોડ, ગોકુલધામ સોસાયટી શેરી નં.ર જી.અમરેલી, રાજેશ અરજણભાઇ ગરણીયા ઉ.વ. ૪૭ રહે. વીંજીવડ ગામ, ગોંદરામા તા. ગોંડલ, વેલજી આતુભાઇ મેવાડા જાતે- ભરવાડ ઉ.વ ૩૯ રહે- ગારીયાધાર, વીરડી રોડ, શક્તિ પ્લોટ તા. ગારીયાધાર જી.ભાવનગર વાળાઓ ને ઝડપી લીધા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow