ડેરીપ્રોડક્ટની કિંમતોમાં વધારો છતાં માગ 15 ટકા સુધી વધી

ડેરીપ્રોડક્ટની કિંમતોમાં વધારો છતાં માગ 15 ટકા સુધી વધી

જીવન જરૂરી તમામ વસ્તુઓમાં કિંમતો સતત વધી રહી હોવા છતાં વપરાશ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. ડેરી-ડેરી પ્રોડક્ટની કિંમતો છેલ્લા એક વર્ષમાં સરેરાશ 7-8 ટકાથી વધુ વધી છે છતાં ડેરી પ્રોડક્ટની માગમાં સરેરાશ 13-15 ટકાનો વધારો નોંધાયો છે. હોટલ, રેસ્ટોરન્ટ તેમજ કેટરિંગ સેગમેન્ટમાં મજબૂત રિકવરીના પગલે વૃદ્ધિ રહી છે. એટલું જ નહીં ગુજરાતની બ્રાન્ડ્સ દેશ ઉપરાંત વિદેશમાં નિકાસ તરફ નજર દોડાવી રહી છે અને બ્રાન્ડ્સને ડેવલપ કરવા માટે પ્રીમિયમ પ્રોડક્ટ તરફ ફોકસ કરી રહી હોવાનું વાસ્તુ ડેરીના સીએમડી ભૂપત સુખડિયા જણાવ્યું હતું.

પેકેજિંગ-અત્યાધુનિક ટેક્નો.થી ઝડપી વૃદ્ધિ
ઉત્પાદન અને પેકેજિંગ પ્રક્રિયા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિષ્ણાતોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી પ્રોડક્ટમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. તાજેતરમાં વાસ્તુ ગોલ્ડ પ્રીમિયમ ઘી કૃત્રિમ ઉત્પાદકોથી મુક્ત છે તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સહિત રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. કંપની આગામી પાંચ વર્ષમાં ભારતની ટોચની ડેરી કંપની બનવાના આગળ વધી રહી છે.

વેલ્યુએડેડ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ જોવા મળશે
નાણાકીય વર્ષ 2023 દરમિયાન પણ વેલ્યુએડેડ પ્રોડક્ટ સેગમેન્ટ 18-20 ટકાના દરે વૃદ્વિ નોંધાવે તેવી શક્યતા છે. ખાસ કરીને સંસ્થાકીય તેમજ સ્થાનિક સેગમેન્ટમાં સારી માંગ રિકવરીને કારણે મિલ્ક પાઉડરની ઇન્વેન્ટરીને મજબૂત બનાવવા માટે સક્ષમ રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow