એક વર્ષમાં બ્લૂ-ગ્રે કોલર જોબ્સની માંગ 4 ગણી વધી

એક વર્ષમાં બ્લૂ-ગ્રે કોલર જોબ્સની માંગ 4 ગણી વધી

કંપનીઓ હવે મોટા પાયે ખાસ કરીને ટેક્નોલોજીમાં નિપુણ અને જાણકાર હોય તેવા સ્ટાફની ભરતી કરવાને પ્રાધાન્ય આપી રહી છે. જેને કારણે વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022 દરમિયાન બ્લૂ અને ગ્રે કૉલર જોબ્સની માંગમાં ચાર ગણો વધારો થયો હતો. મેન્યુઅલ કામ કરનારને બ્લૂ કોલર વર્કર કહે છે. તેમને કામના કલાકોના હિસાબથી મહેનતાણું ચૂકવાય છે. જ્યારે ગ્રે કોલર વર્કર મેન્યુઅલ તેમજ ટેક્નિકલ તેમ બંને રીતે કામ કરવા માટે સક્ષમ હોય છે.

કંપનીમાં ટેકનિકલ જાણકારી ધરાવતા કર્મચારીઓની માંગને લઇને ટ્રેન્ડ પર નજર કરીએ તો નવેમ્બર 2021 દરમિયાન બ્લૂ અને ગ્રે કોલર જોબ્સની 26.27 લાખ વેકેન્સી હતી. નવેમ્બર 2022માં તે વધીને 1.05 કરોડ થઇ ચૂકી છે. જે તેમાં સતત વધી રહેલી માંગ તરફ ઇશારો કરે છે. કંપનીઓ અત્યારે આધુનિકીકરણ, ઓટોમેશન તેમજ વર્ક મોડલ પર ફોકસ કરી રહી છે. માંગ અનુસાર પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારી શકાય.

60% પદો પર ટેકનિકલ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ભરતી: 2020માં બ્લૂ અને ગ્રે કોલરની વચ્ચે અંદાજે 60% પદો પર ટેકનિકલ સ્કિલ ધરાવતા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.

મેન્યુ., વેરહાઉસ-માઇનિંગમાં વધુ માંગ
બ્લૂ કૉલર વર્કર્સ શારીરિક શ્રમ વધુ કરતા હોવાથી મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ તેમજ માઇનિંગ સેક્ટરોમાં તેમની માંગ વધુ જોવા મળે છે. જ્યારે ગ્રે કોલર વર્કર્સની વધુ માંગ ડિજીટાઇઝેશન તેમજ ઓટોમેશન જેવા સેગમેન્ટમાં છે. આ લોકો નિવૃત્તિ બાદ પણ કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા રહે છે. તેમની પાસે વિશેષ ટેકનિકલ લાઇસન્સ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ હોય છે.

એડમિન-HR, સિક્યોરિટી ગાર્ડમાં પણ વધુ ભરતી

  • ગત વર્ષે એડમિન-એચઆરની ભરતીઓમાં 2021ની તુલનાએ 31% અને સિક્યોરિટી ગાર્ડની ભરતીમાં 110%નો વધારો થયો હતો.
  • ફીલ્ડ સેલ્સ (7%), બિઝનેસ ડેવલપમેંટ (19%) તેમજ BPO/કસ્ટમર કેર (21%)માં પણ પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો હતો.
  • આ ચાર કેટેગરીમાં રોજગારીની તકો ઘટી
  • ડેટા એન્ટ્રી, બેક ઓફિસ, કાઉન્ટર સેલ્સ, રિટેલ સેગમેન્ટમાં નોકરીની તકોમાં 2021ની તુલનાએ ઘટાડો થયો છે.
  • અન્ય જોબ કેટેગરીમાં ડિલીવરી અને ડ્રાઇવરની નોકરીમાં ગત વર્ષે અંદાજે 25%નો ઘટાડો થયો હતો.
  • આ કેટેગરીમાં વધુ પગારની ઓફર
  • લીગલ, આઇટી, હેલ્થકેર, ટેલિકોમ તેમજ કસ્ટમર કેર સેગમેન્ટમાં રહેલા નોકરીઓના પદ માટે સૌથી વધુ પગારની ઓફર કરી છે. { ભરતી કરાયેલા ફ્રેશર્સની સરેરાશ સેલેરી રૂ.8,000 થી 25,000ની વચ્ચે હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow