આયુષ્માન કાર્ડમાં પ્રસૂતિ વિનામૂલ્યે પણ રાજકોટમાં આ કાર્ડ ફક્ત ચાર ખાનગી હોસ્પિટલમાં જ ચાલે છે!

આયુષ્માન કાર્ડમાં પ્રસૂતિ વિનામૂલ્યે પણ રાજકોટમાં આ કાર્ડ ફક્ત ચાર ખાનગી હોસ્પિટલમાં જ ચાલે છે!

આયુષ્માન ભારત યોજનામાં ઘણા ઓપરેશન સમાવી લેવાયા છે અને તેને કારણે દર્દીઓને 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. ઘણા સમય પહેલા તેમાં ગાયનેકને લગતી સમસ્યા અને ઓપરેશનનો સમાવેશ કરાયો હતો અને હવે તેમાં પ્રસૂતિનો પણ ઉમેરો કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિનો ખર્ચ વધી જતાં સિવિલ હોસ્પિટલ પર ભારણ વધી રહ્યું છે.

તેવામાં આયુષ્માન કાર્ડની સુવિધા નોર્મલથી માંડી સિઝેરિયન સુધીની પ્રસૂતિમાં કામ આવતા ઘણા પરિવારોને રાહત થઈ શકે તેમ છે પણ સરકારી ચોપડે જે દૃશ્ય હોય છે તે વાસ્તવિકતાથી ઘણુ દૂર હોય છે તેવું રાજકોટમાં થયું છે. રાજકોટમાં દૈનિક 150થી વધુ પ્રસૂતિ થાય છે, પરંતુ માત્ર ચાર ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ પ્રસૂતિ થાય છે.

રાજકોટ શહેરમાં જે ચાર હોસ્પિટલમાં પ્રસૂતિની સુવિધા આયુષ્માન કાર્ડ હેઠળ છે તેમાં ક્રાઈસ્ટ હોસ્પિટલ, જયનાથ હોસ્પિટલ, આયુષ્માન હોસ્પિટલ અને સદ્દભાવના હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાના કોઇ પ્રસૂતાને રાજકોટ આવવાનું થાય તો તેમના માટે બીજી બે જ હોસ્પિટલ છે. રાજકોટ શહેરમાં દૈનિક 125થી 150ની સંખ્યામાં પ્રસૂતિઓ થાય છે તેવામાં માત્ર ચાર જ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડની સેવા હોવાથી યોજનાનો પૂરતો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી.

નિયમ | માત્ર પ્રસૂતિ વિનામૂલ્યે, તે પહેલાં કરાતી સારવાર નહિ
આયુષ્માન કાર્ડમાં પ્રસૂતિનો ખર્ચ સમાવેશ છે પણ તે ફક્ત પ્રસૂતિ પૂરતો છે. એટલે કે, પ્રસુતિ પહેલાં દર મહિને કે 15 દિવસે સગર્ભાઓને તબીબી તપાસ કરવાની હોય છે તે ખર્ચ તેમાં સમાવિષ્ટ નથી આ માટે જે તે પરિવારે જ ખર્ચ ભોગવવાનો રહે છે.

પ્રસૂતિનો સમય થાય ત્યારે કાર્ડ પર તમામ ખર્ચ આવી જાય છે અને પછી પ્રસૂતિ નોર્મલ હોય કે સિઝેરિયન હોય તેમાં આવવા જવાના ભાડાથી માંડી ઓપરેશન અને દવાનો ખર્ચ પણ સમાવિષ્ટ છે. જો કોઈ કાર્ડના લાભાર્થી અન્ય હોસ્પિટલમાં કન્સલ્ટેશન કરતા હોય અને બાદમાં તેમને આયુષ્માન કાર્ડ માન્ય ધરાવતી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે જવાનું થાય તો તે ત્યાં જઇ શકશે હોસ્પિટલ તેમને ના પાડી શકશે નહીં.

ફક્ત કાર્ડ સાથે રાખવાનું રહેશે, એપ્રૂવલ પછી લઈ શકાશે
આયુષ્માન કાર્ડ હેઠળ પ્રસૂતિમાં અપ્રૂવલની ઝંઝટ રહે તો સ્થિતિ વણસી શકે છે, આ મામલે પ્રોગ્રામ ઓફિસરને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે અને હોસ્પિટલમાં દાખલ થાય એટલે ફક્ત કાર્ડ આપવાથી જ સારવાર શરૂ થઈ શકે બાકીની પ્રક્રિયા પાછળથી કરી શકાશે. જો કાર્ડની પ્રિન્ટ ન હોય તો પણ મોબાઈલમાં બતાવી શકાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow