ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે મુંબઈને પહેલીવાર હરાવ્યું

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે મુંબઈને પહેલીવાર હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાતે મુંબઈને 55 રને હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સને 208 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેની સામે 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 152 રન જ બનાવી શક્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ નેહલ વાઢેરાએ 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. તો કેમરૂન ગ્રીને 33 રન કર્યા હતા. ગુજરાત તરફથી સૌતી વધુ નૂર અહેમદે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાન અને મોહિત શર્માને 2-2 વિકેટ મળી હતી. તો હાર્દિક પંડ્યાને 1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે આવી ગયું છે. તેના હવે 10 પોઇન્ટ્સ થઈ ગયા છે.

ગુજરાત ટાઇન્સે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ શુભમન ગિલે 34 બોલમાં 56 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 22 બોલમાં 46 રન અને અભિનવ મનોહરે 21 બોલમાં 42 રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ પીયુષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી. જ્યારે કુમાર કાર્તિકેય, જેસ બેહરનડોર્ફ, રિલે મેરેડિથ અને અર્જુન તેંડુલકરને 1-1 વિકેટ મળી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow