અજયની સાથે દીપિકા પહેલી વખત સ્ક્રીન શેર કરશે
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અજય દેવગણનુ એક પોસ્ટર શેર કર્યુ હતુ. આ પોસ્ટર પર ફિલ્મનુ નામ સિંઘમ અગેન લખ્યું હતુ. તો અજય દેવગણની સાથે દીપિકા પહેલી વખત સ્ક્રીન શેર કરતા દેખાશે. એવામાં અજય અને દીપિકા બંનેના પ્રશંસકો માટે આ કોઈ મોટા સમાચારથી ઓછુ નથી.

મહત્વનું છે કે, રોહિત શેટ્ટી અને અજય દેવગણ પહેલા પણ ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચૂક્યા છે. આ બંને જ્યારે પણ સાથે આવ્યાં છે, ઓડિયન્સનુ ભરપૂર મનોરંજન થયુ છે. આ બંને સિંઘમ, સિંઘમ 2 અને ગોલમાલ ફ્રેન્ચાઈઝીમાં એકસાથે કામ કરી ચૂક્યા છે.

દીપિકા ફિલ્મ સર્કસમાં કેમિયો કરશે
તો દીપિકા પણ રોહિતની મોસ્ટ અવેટેડ ફિલ્મ સર્કસમાં કેમિયો કરતા દેખાશે. આ ફિલ્મમાં તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ લીડ રોલમાં છે. આ ઉપરાંત દીપિકા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે તેમની અપકમિંગ ફિલ્મ પઠાણમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.




