ડિનર ડેટ પર બિલના પૈસા આપવા મામલે દિપીકા-સિદ્ધાર્થ વચ્ચે થઈ ગયો હતો ઝઘડો, પછી થયું બ્રેકઅપ

ડિનર ડેટ પર બિલના પૈસા આપવા મામલે દિપીકા-સિદ્ધાર્થ વચ્ચે થઈ ગયો હતો ઝઘડો, પછી થયું બ્રેકઅપ

દીપિકા પાદુકોણ 5 જાન્યુઆરીએ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગણતરી બોલિવૂડના પાવર કપલ્સમાં થાય છે. રણવીર સાથે લગ્ન કર્યા પહેલા દીપિકા સિદ્ધાર્થ માલ્યા સાથે રિલેશનશિપમાં હતી. ટૂંક સમયમાં જ દીપિકા અને જુનિયર માલ્યાની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલમાં થવા લાગી હતી.  

IPL મેચ વખતે બન્ને એક-બીજાને કિસ કરતા જોવા મળ્યા હતા
દીપિકા આજે રણવીર સિંહ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. એક સમય એવો હતો જ્યારે દીપિકા પાદુકોણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ માલિકના પુત્ર સિદ્ધાર્થ માલ્યાને ડેટ કરતી હતી. તે સમય રણબીર સાથેના બ્રેકઅપ પછીનો હતો.  

જ્યારે દીપિકાને મિત્ર અને પ્રેમના નામે સિદ્ધાર્થનો સહારો મળ્યો હતો. દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાની જોડીની સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ જ્યારે બંને સ્ટેડિયમમાં IPL મેચ દરમિયાન એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. તેઓ IPL પાર્ટીઓ અને અન્ય જાહેર કાર્યક્રમોમાં પણ સાથે જોવા મળ્યા હતા.  

સિદ્ધાર્થનું વર્તન થઈ ગયુ હતું અજીબ: દીપિકા
અને ત્યાં સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલતું હતું, પરંતુ એક દિવસ અચાનક દીપિકાએ તેના બ્રેકઅપની ખબર અનાઉન્સ કરી હતી. એવું કહેવાય છે કે દીપિકાએ તેનું કારણ ક્લાસ અને સ્ટેટને ગણાવ્યું હતું. ત્યારપછી દીપિકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'મેં ઘણો પ્રયત્ન કર્યો હતો કે રિલેશનશિપ બની રહે પરંતુ હાલના સમયમાં સિદ્ધાર્થનું વર્તન અજીબ થઈ ગયું છે.'  

ડિનર ડેટ પર બીલ ભરવા કહ્યું
દીપિકાએ સિદ્ધાર્થના આ વર્તન પર ખુલીને વાત કરી જે તેને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. એક ઈન્ટરવ્યુંમાં તેણે કહ્યું, 'છેલ્લી વખત જ્યારે અમે ડિનર ડેટ પર ગયા ત્યારે તેણે મને બિલ ચૂકવવાનું કહ્યું. તે મારા માટે ખૂબ જ શરમજનક હતું. મારી પાસે આ સંબંધને સમાપ્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો કારણ કે આ રિલેશનશિપને હોલ્ડ કરીને રાખવા માટે મારી પાસે કંઈ જ બચ્યું ન હતું.'  

આ વિશે સિદ્ધાર્થે પણ આપી હતી પ્રતિક્રિયા
કહેવાય છે કે દીપિકાના આ નિવેદન બાદ સિદ્ધાર્થે પણ પોતાની વાત રાખી હતી. તેના વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું, 'દીપિકા એક ક્રેઝી છોકરી છે. મેં તેને કહ્યું કે જેવુ મારા પિતાનું દેવુ ઓછુ થઈ જશે અને સરકાર તેમને ફ્રી કરી દેશે હું તેમના પૈસા પરત કરી દઈશ. પરંતુ તે તેને સેટલ કરવા માટે તૈયાર જ ન હતી.

સિદ્ધાર્થે ગણાવ્યા હતા મોંઘા ગિફ્ટસ, વેકેશન અને પાર્ટીઓના ખર્ચ
સિદ્ધાર્થે એમ પણ કહ્યું હતું કે, 'દીપિકા કદાચ એ સમય ભૂલી ગઈ છે જ્યારે હું તેને મોંઘા ડાયમન્ડ્સ, લક્ઝુરિયસ બેગ્સ ગિફ્ટ કરતો હતો. મેં તેના વેકેશન પર ઘણા પૈસા ખર્ચ્યા છે અને તેના વતી તેના મિત્રો માટે પાર્ટીઓ હોસ્ટ કરી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow