28 ડિસેમ્બરે બુધ ગ્રહના વક્રી થવાથી જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે

28 ડિસેમ્બર, બુધવારે સવારે લગભગ 6 વાગ્યે બુધ ગ્રહ રાશિ છોડીને મકરમાં પ્રવેશ કરશે. તેના ત્રણ દિવસ પછી ફરી ધન રાશિમાં પાછો આવશે. આ રાશિ પરિવર્તન અનેક સારા સંકેત લઇને આવી રહ્યું છે. તેનાથી બિઝનેસ અને ધન વધશે. અનેક લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. ત્યાં જ, થોડાં લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધાર થશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધ ગ્રહ અત્યાર સુધી ધન રાશિમાં સૂર્ય સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવી રહ્યો હતો. પરંતુ ત્રણ દિવસ માટે ધન રાશિમાંથી શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે. જેથી બુધાદિત્ય શુભ યોગ ભંગ થઈ જશે. પરંતુ મહિનાના અંતમાં વક્રી થઈને આ ગ્રહ ફરી ધન રાશિમાં આવી જશે.
બુધને તર્ક શક્તિનો ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં સારો ફાયદો મળે છે. બુધનું ગોચર મકર રાશિમાં હોવાથી થોડાં લોકો માટે નોકરી, વેપાર, ધન વૃદ્ધિ વગેરે યોગ બની રહ્યા છે. મકર રાશિમાં 28 ડિસેમ્બરે આ ગ્રહ વક્રી થશે. તે પછી 18 જાન્યુઆરીએ ફરી માર્ગી એટલે સીધી ગતિએ ચાલવા લાગશે.
12 રાશિઓ ઉપર બુધના ગોચરની આવી અસર થશે
શુભઃ ધન સહિત 7 રાશિના જાતકો માટે શુભ
મકર રાશિમાં બુધના વક્રી થવાથી મેષ, વૃષભ, મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. અટવાયેલાં રૂપિયા પાછા મળવાના યોગ છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટા કામકાજની યોજના બનાવશે. આ લોકોની તર્ક શક્તિ પણ વધશે.
અશુભઃ તુલા અને મકર
બુધની ગતિમાં ફેરફાર થવાથી તુલા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ ત્રણ રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. સેવિંગ ઘટશે અને રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. લેવડ-દેવડમાં પણ સાવધાન રાખવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે.
સામાન્યઃ કર્ક, કન્યા અને કુંભ રાશિ
બુધની ગતિમાં ફેરફાર થવાથી કર્ક, કન્યા અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ ત્રણેય રાશિના લોકોના વિચારેલાં કામ પૂર્ણ થઈ શકે છે. કામકાજને લઈને નવા અને મોટાં લોકો સાથે મુલાકાત થશે. રોજિંદા કાર્યોમાં મહેનત પણ વધારે કરવી પડશે. દોડભાગ પણ રહેશે. સાથે જ, લેવડ-દેવડ અને રોકાણ સમજી- વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.