રાજકોટ મનપા દ્વારા 12 વર્ષથી નાની વયના બાળકો અને સિનિયર સિટીઝનને નિઃશુલ્ક પ્રવેશ આપવા નિર્ણય

રાજકોટ મનપા દ્વારા 12 વર્ષથી નાની વયના બાળકો અને સિનિયર સિટીઝનને નિઃશુલ્ક પ્રવેશ આપવા નિર્ણય

આવતીકાલે ભગવાન શ્રી રામનો જન્મદિન એટલે કે રામનવમીનો દિવસ છે. ત્યારે આવતીકાલે રામનવમીના દિવસે રાજકોટમાં આજી ડેમ નજીક બનાવવામાં આવેલ રામવન ખાતે રાજકોટ મનપા દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 47 એકરની વિશાળ જગ્યામાં રામવન ખાતે ભગવાન રામના 14 વર્ષના વનવાસ ઉપરાંત તેમના જીવન આધારિત 22 જેટલા વિવિધ સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે.  

મનપા દ્વારા રામવનની મુલાકાત લેવા અનુરોધ
આવતીકાલે 30 માર્ચના રોજ સમગ્ર દેશભરમાં ભગવાન શ્રી રામના જન્મ દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક થવાની છે ત્યારે રાજકોટમાં પણ ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. આ સાથે રાજકોટ મનપા દ્વારા આવતીકાલે રાજકોટમાં આજી ડેમ નજીક 47 એકર વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ રામવન ખાતે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સિનિયર સિટીઝનને નિઃશુલ્ક પ્રવેશ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં આવતીકાલે લોકો લાભ લે તે માટે મનપા દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

રામ, લક્ષ્મણ અને જાનકીનો વનવાસ

22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ અર્બન ફોરેસ્ટમાં 47 એકરની વિશાળ જગ્યામાં રાજકોટના આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે 'રામવન' બનાવવામાં આવ્યું છે. આ રામવનની વિષેસતા એ છે કે 47 એકર જગ્યામાં બનેલ આ રામવનમાં ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ભગવાન રામને જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર પણ મુકવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, પર્વત લઇ આવેલ હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

રામ અને સુગ્રીવ સેના

સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા
મનપા દ્વારા 14 કરોડ ના ખર્ચે આ રામવન તૈયાર કરવામાં આવ્યું છે. રામવનમાં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ 55 થી 60 પ્રજાતિના 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અને ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે. જેની સાથે લોકો સેલ્ફી પણ લઇ શકે તે મુજબ સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે.

સંજીવની પર્વત સાથે હનુમાનજી

1.50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો
ભગવાન શ્રીરામ 14 વર્ષ માટે વનમાં રહી વનવાસ વેઠ્યો હતો. ત્યારે રાજકોટ ખાતે બનાવવામાં આવેલા રામવનમાં ભગવાને જંગલમાં વિતાવેલાં 14 વર્ષ સહિત તેમના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને રામવનમાં જીવંત કરવા માટેનું આયોજન પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 22 સ્કલ્પ્ચર ઊભાં કરવા માટે લગભગ 1.50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રામવનના પ્રવેશ દ્વારથી શરૂ કરી અંત સુધી તમામ જગ્યા પર કૈક ને કૈક અલગ અલગ સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેતું જોવા મળી રહ્યું છે.

રામ-સીતા

રામવનના આકર્ષિત મુખ્ય 10 સ્કલ્પ્ચર સ્કલ્પ્ચર

  • ધનુષ બાણની પ્રતિકૃતિનું મુખ્ય પ્રવેશ દ્વાર
  • ભગવાન રામની વિશાળ પ્રતિમા
  • રામ, લક્ષ્મણ અને જાનકીનો વનવાસ
  • ગીધરાજ જટાયુની પ્રતિકૃતિ સાથેનો દ્વાર
  • ભગવાન રામ અને શબરીનો મિલાપ
  • રામસેતુ
  • સંજીવની પર્વત સાથે હનુમાનજી
  • રામ સીતા અને હરણ
  • રામ અને કેવટ મિલાપ
  • રામ અને સુગ્રીવ સેના

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow