મૃત્યુ બધાને આવશે, એટલા માટે મૃત્યુથી ડરવું ન જોઈએ

મૃત્યુ બધાને આવશે, એટલા માટે મૃત્યુથી ડરવું ન જોઈએ

ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલો પ્રસંગ છે. ગૌતમ બુદ્ધ જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે સૂત્ર બતાવતાં હતાં. તેઓ રોજ પોતાના શિષ્યોને ઉપદેશ આપતાં હતાં. ઘણા લોકો તેમની વાતો સમજતાં હતા, તેને લીધે લોકોની તેમની પ્રત્યે ઊંડી આસ્થા પણ હતી.

એક મહિલા ગૌતમ બુદ્ધને ખૂબ જ માનતી હતી. એક દિવસ તેના પુત્રનું મૃત્યુ થઈ ગયું. પુત્રના મૃત્યુથી માતા ખૂબ જ દુઃખી હતી. તે તરત જ ગૌતમ બુદ્ધની પાસે પહોંચી અને આખી વાત જણાવી. મહિલાઓ કહ્યું કે તમે મારા પુત્રને ફરીથી જીવિત કરી દો.

મહિલા બુદ્ધને ભગવાન માનતી હતી, તેણે લાગતું હતું કે તેઓ તેના પુત્રને જીવનદાન આપી શકે છે.

મહિલાની વાત સાંભળીને બુદ્ધે થોડીવાર વિચાર કર્યો. વિચાર્યા પછી બુદ્ધ બોલ્યા કે તેની માટે તારે ગામના કોઈ એક ઘરમાંથી એક મુઠ્ઠી સરસો(રાઈ)ના દાણા લઈ આવવા પડશે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, ઘર એવું હોય, જ્યાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થયું હોય.

મહિલા પુત્રના મરવાથી ખૂબ જ દુઃખી હતી તો તેને એક આશાનુ કિરણ દેખાઈ ગયું કે તેનો પુત્ર ફરીથી જીવતો થઈ શકે છે. બુદ્ધની વાત માનીને તે ગામ તરફ નિકળી અને ઘર-ઘર જઈને એક મુઠ્ઠી રાઈના દાણા શોધવા લાગી.

મહિલા ઘરે-ઘરે જઈને પૂછી રહી હતી કે જો આ ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય તો મને એક મુઠ્ઠી રાઈના દાણા આપી દો.

જ્યાં-જ્યાં મહિલા જતી, ત્યાં તેણે એવો જવાબ મળતો કે તેમના ઘરમાં કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ તો થયું જ છે. કોઈના ઘરમાં પિતાનું, કોઈના ઘરમાં માતાનું, કોઈની પત્ની તો કોઈના પતિ અને કોઈના સંતાનોનું મૃત્યુ થયું છે.

આખા ગામના એક-એક ઘરમાં મહિલાએ રાઈના દાણા માગ્યાં, પરંતુ સફળતા ન મળી. અંતે તેણે સમજાઈ ગયું કે બુદ્ધે તેને એવું શા માટે કરવાનું કહ્યું, મહિલા સમજી ચૂકી હતી કે મૃત્યુ અટલ છે અને બધાને એક દિવસ મરવાનું જ છે.

જ્યારે તે બુદ્ધની પાસે પાછી આવી તો તેનું મન શાંત થઈ ગયું હતું. પુત્રના મરવાનું દુઃખ હતું, પરંતુ તેની વ્યાકુળતા સમાપ્ત થઈ ચૂકી હતી.

બુદ્ધની શીખ

આ પ્રસંગમાં ભગવાન બુદ્ધે સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિનું મૃત્યુ નક્કી જ છે, એટલા માટે કોઈના મરવાથી ખૂબ જ વધુ શોક ન કરવો જોઈએ. પોતાના મૃત્યુને લઈને પણ મનમાં ડર ન રાખો. દુઃખી થઈને વર્તમાન ખરાબ ન કરો.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow