ડિ કોકે 44 બોલમાં સદી ફટકારી દીધી

ડિ કોકે 44 બોલમાં સદી ફટકારી દીધી

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આફ્રિકાની ટીમે T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી મોટા સ્કોરનો ચેઝ કર્યો છે. સેન્ચુરિયનના ગ્રાઉન્ડ પર રવિવારે સાંજે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું છે. વન-ડે ક્રિકેટમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ પણ સાઉથ આફ્રિકનટીમના નામે જ નોંધાયેલો છે.

આ ઐતિહાસિક જીતમાં રીઝા હેનરિક અને ક્વિન્ટન ડિ કોકે મહત્વની ભૂમિકા ભજવી હતી. હેનરિચે 28 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જ્યારે ડિ કોકે 44 બોલમાં સદી ફટકારી હતી. આ તેની પહેલી સદી છે.

રવિવારે સાંજે રમાયેલી આ મેચમાં વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 258 રનનો મહાકાય સ્કોર બનાવ્યો હતો. આફ્રિકાની ટીમના બેટર્સે 259 રનનો ટાર્ગેટ 7 બોલ બાકી રહેતા ચેઝ કર્યો હતો. આ જીત સાથે સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે.

અગાઉનો રેકોર્ડ બુલ્ગેરિયાના નામે હતો
સાઉથ આફ્રિકાએ બુલ્ગેરિયાનો રેકોર્ડ તોડ્યો છે. જે બુલ્ગેરિયાએ 26 જૂન 2022ના રોજ સોફિયામાં બનાવ્યો હતો. ટીમે 246 રનના સ્કોરને ચેઝ કર્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow