ડ્રીમ-11એ BCCI સાથેનો છેડો ફાડ્યો

ડ્રીમ11 એ એશિયા કપ 2025 પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સર તરીકે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ સોમવારે (25 ઓગસ્ટ) આ માહિતી આપી.
તેમણે કહ્યું, ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવા માટેનું બિલ પસાર થઈ ગયું છે, તેથી BCCI અને ડ્રીમ-11 હવે સાથે રહેશે નહીં. BCCI ભવિષ્યમાં આવી કોઈ (ઓનલાઈન ગેમિંગ) કંપની સાથે સંકળાયેલું રહેશે નહીં.
આ બિલ ડ્રીમ 11 જેવા રિયલ-મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકે છે. ડ્રીમ 11 એ 2023માં બીસીસીઆઈ સાથે 358 કરોડ રૂપિયામાં ત્રણ વર્ષનો સ્પોન્સરશિપ કરાર કર્યો હતો.