ડાયરેક્ટ DCPનો ઓર્ડર કરાવી આપીશ 2.36 કરોડ આપો

ડાયરેક્ટ DCPનો ઓર્ડર કરાવી આપીશ 2.36 કરોડ આપો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર નવાગામના રહેવાસી જીલુભાઈ ગમારાના પુત્રને પોલીસમાં PSI તેમજ DCPની નોકરી અપાવવાની લાલચ આપી 2.36 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે જાણીતા વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવેને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે તેના સાથી હરિ ગમારા હાલ ફરાર છે. ફરિયાદીએ કુલ 2.36 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાંથી 88 લાખ રૂપિયા પરત મળ્યા હતા, પરંતુ બાકીના 1.48 કરોડ રૂપિયા પરત ન મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે પાલીતાણાના બે ગઠિયાઓ સામે તાત્કાલિક ગુનો નોંધી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને ઝડપી પાડ્યો છે. તપાસ અર્થે કોર્ટમાંથી પાંચ દિવસનો રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ નજીક નવાગામમાં રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારાએ તેના પરિચિત પાલીતાણાના ઘેડી ગામે રહેતા હરિભાઈ રાજાભાઈ ગમારા અને પાલીતાણા ગામનો વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવે સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે તેની જ્ઞાતિના હરી ગમારા સાથે પરિચય થયો હતો. બાદમાં અવારનવાર ફોનમાં વાતચીત થતી હતી અને પારિવારિક સંબંધ થયા હતા.

ત્રણ વર્ષ પહેલા હરિ ઘરે આવ્યો હતો ત્યારે તેણે કહ્યું કે, હમણા પોલીસ ખાતામાં PSIની ભરતી ચાલુ છે. તમારા દીકરા રાહુલને PSI બનાવવો હોય તો અમારા વિસ્તારમાં રહેતા વિવેક દવે મારા મિત્ર છે અને તેની રાજકીય નેતાઓ સાથે ઉઠક બેઠક છે. જેથી, તેને વાત કરવાથી તમારા પુત્રને PSIની નોકરી મળી રહેશે.

Read more

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow
અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ રશિયન જહાજ પકડ્યું, તેના પર 3 ભારતીય હતા

અમેરિકાએ બુધવારે જે રશિયન જહાજ મેરિનેરાને પકડ્યું હતું, તેના પર ત્રણ ભારતીય નાગરિકો પણ સવાર હતા. આ માહિતી રશિયન ન્યૂઝ એજન્સી રશિયા ટુડે

By Gujaratnow