દાઉદે નાના ભાઈ અનીસને ડી-કંપનીની જવાબદારી સોંપી!

દાઉદે નાના ભાઈ અનીસને ડી-કંપનીની જવાબદારી સોંપી!

કરાચીમાં સંતાઈને બેઠેલા આતંકવાદી દાઉદ ઇબ્રાહિમે ડી-કંપનીની જવાબદારી નાના ભાઈ અનીસ કાસકરને સોંપી દીધી હોવાનો ભારતીય ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોએ દાવો કર્યો છે. અત્યાર સુધી ડી-કંપનીની જવાબદારી દાઉદનો જમણો હાથ ગણાતો છોટા શકીલ સંભાળતો હતો પરંતુ દાઉદ અને શકીલ વચ્ચે 2 વર્ષથી ચાલી રહેલા ખટરાગને કારણે કાળા ધંધાનાં કામને અસર પડતી હોવાથી દાઉદે શકીલને હટાવી અનીસને ખુરશી પર બેસાડ્યો છે.

કરાચીમાં બેઠેલો અનીસ જ મુંબઈની ગૅંગના સાગરીતોને આદેશો આપી રહ્યો હોવાનો દાવો પણ એજન્સીનાં સૂત્રો કરી રહ્યાં છે. સાથે જ ભારત-અમેરિકામાં માદક પદાર્થોની તસ્કરી, તમાકુનો વ્યવસાય, ભારતીય ચલણની બનાવટી નોટોનું કામ પણ અનીસ જ સંભાળી રહ્યો છે. દાઉદ, અનીસ અને શકીલ, ત્રણેય કુખ્યાતો અત્યારે કરાચીમાં જ સંતાઈને બેઠા છે. એજન્સીનાં સૂત્રોના કહેવા પ્રમાણે ડી-કંપનીના ઉત્તરાધિકારીમાં પરિવર્તનની રૂપરેખા દાઉદના 60મા જન્મદિવસે જ તૈયાર થવા લાગી હતી. થોડાં વર્ષોથી શકીલને અનીસ સાથે અણબનાવ શરૂ થયો હતો. કેટલીય બેઠકોમાં બંને એકસાથે જાહર રહેતા નહોતા. આથી અનીસે ડી-કંપનીના કર્તાહર્તા તરીકે નિર્ણયો લીધા. અનીસે નશીલાં દ્રવ્યોના વેપારમાં ઊંડે સુધી પોતાની જાળ બિછાવી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow