નાદુરસ્ત નેતા લાલુ યાદવને કિડની આપશે દીકરી રોહિણી, આ મહિને જ થઈ શકે છે ટ્રાન્સપ્લાન્ટ

નાદુરસ્ત નેતા લાલુ યાદવને કિડની આપશે દીકરી રોહિણી, આ મહિને જ થઈ શકે છે ટ્રાન્સપ્લાન્ટ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનું સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે અને એમને તેની નાની દીકરી રોહિણી આચાર્ય કિડની આપશે. જણાવી દઈએ કે હાલ લાલુ પ્રસાદ યાદવ દિલ્હીમાં છે અને આ મહિને લાલુ પ્રસાદ યાદવકિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. ટૂંક સમયમાં જ તેઓ સિંગાપોર જવા માટે રવાના થશે. જો કે લાલુ પ્રસાદ યાદવ ગયા મહિને સિંગાપુરના ડોક્ટરો પાસેથી ચેકઅપ કરાવીને પરત ફર્યા હતા.  

અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગાપુરના ડોક્ટરોએ લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી દીધી છે અને લાલુની નાની દીકરી રોહિણી આચાર્ય તેમને કિડની દાન કરશે. જણાવી દઈએ કે રોહિણી તેના પતિ સાથે સિંગાપોરમાં રહે છે અને ગયા મહિને જ્યારે લાલુ યાદવ સિંગાપુર ડૉક્ટરને મળવા ગયા ત્યારે તેઓ રોહિણીના ઘર પર જ રહ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવને કિડની, હૃદય સહિત બીજી ઘણી બીમારીઓ છે અને આ બાબતે તેઓ ઘણા લાંબા સમયથી દિલ્હી AIIMSમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે થોડા સમય પહેલા જ ત્યાંના ડોકટરોએ કહ્યું હતું કે એમને કીડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે અને એ માટે એમને સિંગાપોરમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી હતી.આ પછી લાલુ યાદવ ઓક્ટોબરમાં સિંગાપોર ગયા હતા અને ત્યાંના ડોકટરો પાસે ચેકઅપ કરાવ્યું હતું.

એ પછીથી એમના ઘણા રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા અને એ રિપોર્ટના આધારે ડોક્ટરોએ લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે લાલુ 24 નવેમ્બર પહેલા સિંગાપુર પહોંચી જશે.જો કે હાલ જ આ વિશે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે લાલુ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ નવેમ્બરમાં થવાનું છે. લાલુ પ્રસાદ યાદવની નાની દીકરી રોહિણી આચાર્ય હાલમાં સિંગાપોરમાં છે અને લાલુ હાલમાં દિલ્હીમાં તેમની મોટી પુત્રી મીસા ભારતીના ઘરે આરામ કરી રહ્યા છે.

જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવ પહેલા તેમની નાની દીકરીની કિડની લેવા માટે રાજી નહતા થયા પણ પાછળથી ડોકટરોએ સૂચવ્યું હતું કે ' પરિવારના સભ્ય પાસેથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું વધુ અસરકારક નીવડશે અને એ પછી જ લાલુ પ્રસાદ યાદવ તેમની દીકરી રોહિણીની કિડની લેવા માટે રાજી થયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow