7 ડિસેમ્બરે દત્તાત્રેય જન્મોત્સવ

7 ડિસેમ્બરે દત્તાત્રેય જન્મોત્સવ

દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઊજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સંયુક્ત અશ સમાહિત છે. દત્તાત્રેય જયંતી પર તેમના બાળરૂપની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે શું કરવું

  • આ દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન કર્યા પછી ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ.
  • પૂજા પછી શ્રી દત્તાત્રેય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેનાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થાય છે અને ભક્તના બધા કષ્ટને દૂર કરો છે.
  • શક્ય હોય તો આ દિવસે વ્રત કરવું જોઈએ.
  • આ દિવસે તામસિક આહાર ન લેવો જોઈએ.
  • આખો દિવસ બ્રહ્મચર્યનું અને નિયમોનું પાલન કરવું જોઈએ.
  • ભગવાન દત્તાત્રેયની સાથે જ ભગવાન વિષ્ણુ અને શિવજી પૂજા કરવી જોઈએ.

ભગવાન દત્તાત્રેયની પૌરાણિક કથા

‌‌પૌરાણિક કથા પ્રમાણે એકવાર માતા પાર્વતી, લક્ષ્મી તથા સરસ્વતીએ પોતાના પતિ વ્રત ધર્મ ઉપર ખૂબ જ અભિમાન થઇ ગયું. નારદજીએ તેમના ઘમંડને દૂર કરવા માટે એક પછી એક ત્રણેય દેવીઓ પાસે ગયા અને દેવી અનસૂયાના પતિ વ્રત ધર્મના ગુણગાન કરવા લાગ્યાં.

ઈર્ષ્યાથી ભરપૂર દેવીઓની જિદ્દના કારણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય અનસૂયાજીના પતિવ્રત તોડવાની મંશા સાથે પહોંચ્યાં. દેવી અનસૂયાએ પતિ વ્રત ધર્મના બળે તેમની મંશા જાણી લીધી અને ઋષિના ચરણોનું જળ ત્રણેય દેવો ઉપર છાંટ્યું, જેનાથી તેઓ બાળ સ્વરૂપમાં આવી ગયાં.

દેવી અનસૂયા તેમને પારણામાં સૂવડાવીને પોતાના પ્રેમ તથા વાત્સલ્યથી ઉછેર કરવા લાગી. પોતાની ભૂલનો પછતાવો થયા પછી ત્રણેય દેવીએ માતા અનસૂયા પાસે માફી માંગી. માતા અનસૂયાએ કહ્યું કે આ ત્રણેયે મારું દૂધ પીધું છે, એટલે તેમણે બાળ સ્વરૂપમાં જ રહેવું પડશે. આ સાંભળીને ત્રણેય દેવોએ પોત-પોતાના અંશને ભેગા કરીને એક નવો અંશ પેદા કર્યો, જેમનું નામ દત્તાત્રેય રાખવામાં આવ્યું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow