દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

દરરોજ ડ્રાયરના ઉપયોગના કારણે વાળ થઈ ગયા છે ડેમેજ? અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, હેર બનશે સિલ્કી અને શાઈની

આજ કાલ લોકો વાળને લઈને ઘણા એક્સપેરિમેન્ટ કરે છે. જેની અસર વાળ પર પડે છે. મોટાભાગના લોકો તેમના વાળને વોલ્યુમ આપવા, સ્ટાઇલ કરવા અને સૂકવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કે ડ્રાયરનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ શુષ્ક થઈ જાય છે.

એવામાં જો તમારા વાળ ડેમેજ થઈ ગયા છે. તો તમારે તેમની ખાસ કાળજી લેવી જોઈએ. એવામાં તમે ડેમેજ હેરને સુધારવા માટે કેટલાક ઉપાયો અપનાવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે ડ્રાય વાળને ઠીક કરવા માટે તમારે શું કરવું જોઈએ?

આ રીતે ડ્રાય વાળને કરો ઠીક


દહીં
દહીં વાળ માટે કન્ડિશનરનું કામ કરે છે. તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરે છે. આ માટે દહીંમાં એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને વાળમાં લગાવો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

એલોવેરા
વાળને પોષણ આપવાનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો એલોવેરાનો ઉપયોગ છે. એલોવેરા આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. વાળમાં તેનો ઉપયોગ કરવા માટે તમે એલોવેરાના તાજા પાંદડામાંથી તેનો રસ કાઢીને વાળમાં લગાવી શકો છો. આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે.

ઈંડુ
ડેમેજ વાળને પોષણ આપવા માટે તમે ઇંડાનો ઉપયોગ કરી શકો છો. ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં એકવાર વાળ પર એગ હેર માસ્ક જરૂર લગાવો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow