દાળ, ચોખા, લોટ 1 વર્ષમાં 30 ટકા સુધી મોંઘા થયા

દાળ, ચોખા, લોટ 1 વર્ષમાં 30 ટકા સુધી મોંઘા થયા

છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને ખાદ્યપદાર્થોની મોંઘવારીએ માઝા મૂકી છે. એક વર્ષમાં દાળ, ચોખા અને લોટ 30% સુધી મોંઘા થયા છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં ટામેટાંની કિંમતો કિલોદીઠ રૂ.250 સાથે આસમાને આંબી છે. બટાકાને છોડીને મોટા ભાગના ખાદ્યપદાર્થોની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. તેમાં અડદની દાળ, મગ દાળ, ચોખા, ખાંડ, દૂધ, મગફળી તેલ અને લોટ સામેલ છે.

છેલ્લા એક વર્ષમાં બટાકા 12% સસ્તા થયા છે, જ્યારે ડુંગળી 5% મોંઘી થઇ છે. કિચનનું બજેટ બગાડવામાં ટામેટાંની સૌથી મોટી ભૂમિકા રહી છે. 31 જુલાઇ સુધી દાળની કિંમતમાં 30% સુધીનો વધારો થયો છે. દૂધની કિંમત 13% વધી છે.

આગામી મહિના સુધી બમણા થઇ શકે છે ડુંગળીના ભાવ: રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર, સપ્લાયની અછતને કારણે સપ્ટેમ્બરની શરૂઆતમાં રિટેલ માર્કેટમાં ડુંગળી 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. અત્યારે ડુંગળી 15-30 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે વેચાઇ રહી છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow