દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ સામે આવ્યો છે. કાંતિ ખરાડીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને 'દારૂડિયા' કહ્યા અને કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂ પીવે છે, પહેલા પોતે દારૂ પીવાનું બંધ કરે.

કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને 'દારૂડિયા' કહ્યા છે. આ આરોપ તેમણે દાંતા ખાતે જન આક્રોશ યાત્રાના સમાપન સમયે લગાવ્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડીએ ભાજપ સરકાર, તંત્ર અને પોલીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જંગલ, જમીન, દાખલાઓ, દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોના ખાતર જેવા મુદ્દાઓ પર દાંતા પ્રાંત કચેરીમાં નારેબાજી સાથે આવેદનપત્ર આપ્યું હતું.

આજે તાજેતરની અંદર આખા ગુજરાતને દારૂનો મુદ્દો, વિકાસનો મુદ્દો હોય કે ખેડૂતોને પડતી મુશ્કેલીનો મુદ્દો હોય એના અનુસંધાને અથવા તો જંગલ જમીનનો હોય કે અંબાજીમાં મકાન તુટવાનો જે મુદ્દો છે એના અનુસંધાને અહીં આવેદન પત્ર આપ્યું હતું અને એ જ મુદ્દાના અનુસંધાને આખા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી એનું આજે સમાપન થઇ રહ્યું છે.

અમે સરકારને એ ઉજાગર કરીએ છીએ કે શા માટે તમે રેલી કાઢવા દો છો. તમારી નીતિ સાફ હોય તો આ બધું બંધ કરોને. હું તો એવું કહેવા માંગુ છું કે આ ગુજરાતનો વડો પોતે દારૂ પીતો હોય, તો પરિવારના દીકરાઓ કેમ દારૂ ન પીવે? સૌથી પહેલા ગુજરાતના ગૃહમંત્રી …ફરી કહું છું કે ગુજરાતના ગૃહમંત્રી પોતે દારૂડિયા છે તો ગુજરાતની જનતા કેમ દારૂડિયા કરી રહી છે.શા માટે આવું કરી રહી છે. નાના નાના દીકરાઓ એક્સીડેન્ટ અથવા તો બીજી રીતે મારી જાય છે. નાની દીકરીઓ વિધવા થઇ રહી છે. આ બધા પાપના ભાગીદાર ગુજરાતના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી એમને શરમ આવવી જોઈએ કે આ દારૂ જો ગુજરાતમાં બંધ કરવો હોય અને એમની નીતિ સાફ હોય તો માત્ર અડધો કલાકમાં આખા ગુજરાતમાં દારૂ બંધ થઈ જાય.”

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો

નવી આધાર એપમાં ઘેરબેઠાં એડ્રેસ-નામ બદલી શકશો

હવે તમે ઘેરબેઠાં આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકો છો. સરકારે નવી આધાર એપમાં આ સુવિધા શરૂ કરી દીધી છે તેમજ સરનામું, નામ અને ઇ-મેલ આઈડી પણ અપડેટ

By Gujaratnow