એક વર્ષમાં સિલિન્ડર 203 રૂપિયા મોંઘો, હવે પેટ્રોલ-ડીઝલનો વારો?

એક વર્ષમાં સિલિન્ડર 203 રૂપિયા મોંઘો, હવે પેટ્રોલ-ડીઝલનો વારો?

મોંઘવારીનો માર ખમી રહેલા લોકોને એક વધુ ફટકો પડ્યો છે. બુધવારે ઘરેલુ jexOC ગેસના ભાવ પ્રતિ સિલિન્ડર 50 રૂપિયા વધારવામાં આવ્યા છે. જ્યારે કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 350 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વોત્તરનાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ કરવામાં આવેલા ભાવવધારાનો વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો. 8 મહિના બાદ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 1,053થી વધીને 1,103 રૂપિયા થયો છે. જ્યારે 19 કિલોગ્રામનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 2,119.50 રૂપિયામાં મળશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી કનેક્શન ધરાવતા 9.58 કરોડ લોકોને સરકાર એલપીજી સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપે છે. તેમના ઘરેલુ સિલિન્ડરનો ભાવ હવે 903 રૂપિયા થઈ જશે.

વિમાનના ઈંધણના ભાવમાં 4 ટકાનો ઘટાડો
બીજી તરફ પેટ્રોલિયમ કંપનીઓએ વિમાનના ઇંધણ (એટીએફ)ના ભાવમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. હવે તે 4,606.50 રૂપિયા પ્રતિ કિલોલિટરથી ઘટીને 1,07,705.27 પ્રતિ કિલોલિટરના ભાવે મળશે. એટીએફના ભાવની દર મહિને પહેલી તારીખે સમીક્ષા કરવામાં આવે છે. ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફેરફારને કારણે એટીએફના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 11 મહિનાથી સ્થિર
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 11મા મહિને સ્થિર રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા છે. દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં દેશમાં પેટ્રોલના વેચાણમાં 12 ટકાનો જ્યારે ડીઝલના વેચાણમાં 13 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં કુલ 2.57 મિલિયન ટન પેટ્રોલ વેચાયું હતું જ્યારે 6.52 મિલિયન ટન ડીઝલનું વેચાણ થયું હતું.

દરેક મોંઘવારીના મારથી પરેશાન: કોંગ્રેસ
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રાંધણગેસના ભાવ વધારા મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું હતું કે લોકો સવાલ પૂછી રહ્યાં છે કે હોળીના તહેવાર માટે કેવી રીતે રસોઈ કરીશું? ક્યાં સુધી આ લૂંટ ચાલ્યા કરશે? મોદી સરકાર લાગુ કરવામાં આવેલી મોંઘવારીના કારણે દરેક નાગરિકની કમર તૂટી ગઈ છે. અન્ય વિપક્ષોએ પણ ભાવ વધારાની ટીકા કરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow