ચૂંટણીમાં AAP VS BJPનો જંગ : રાઘવ ચઢ્ઢા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તેવામાં ગુજરાત AAPના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા આજે પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે અને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે ઘરડી થઈ ગઈ છે. છેલ્લા 27 વર્ષમાં એકવાર પણ કોંગ્રેસ ભાજપને હરાવી શકી નથી જ્યારે આમ આદમી પાર્ટીના આગમન બાદ હવે મતદારોમાં બદલાવની લહેર જોવા મળી છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ AAP અને ભાજપ વચ્ચેની જ જંગ છે. કોંગ્રેસ હવે આ રેસમાંથી બહાર થઈ ગઈ છે.
તાજેતરમાં સોમનાથ વિધાનસભા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ સિટના ઉમેદવાર જગમાલ વાળાનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો હતો. જેમાં જગમાલ વાળાએ જાહેર સભામાં કીધું કે, માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા, આપણે દારૂ પીવો જોઈએ. આ નિવેદનનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ અંગે રાઘવ ચઢાએ મીડિયા ને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી AAPથી ડરી ગઈ છે અને આ ડરના કારણે જ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં દરોડા પડે છે. મનોજ સોરઠીયા જેવા કાર્યકર્તા પર હુમલો થાય છે અને AAPના કાર્યકરના વીડિયોમાં ચેડા કરીને તેને વાયરલ કરવામાં આવે છે.