ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટની બેઠક

ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં રાજ્ય સરકારની આજે અંતિમ કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી મોટી જાહેરાત થવાની શક્યતાઓ છે. બીજી તરફ આવતીકાલથી વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. તેમના પ્રવાસને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે. વિવિધ સરકારી કાર્યક્રમો અને તેની રૂપરેખાને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ કર્યો છે. અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ થઇ ચૂક્યો તેને મહિનાઓ વીતી ચૂક્યા છે, ચોમાસાની ઋતુ પણ પૂર્ણ થઇ ચૂકી છે, સહાય માગ કરતા પણ ખેડૂતો થાક્યા હતા, ત્યારે છેલ્લે છેલ્લે ખેડૂતોને રીઝવવા માટે સરકારે સહાય પેકેજ જાહેર કરી દીધું છે. 'ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને આકર્ષવા માટે જાહેરાત કરી દીધી છે. જોકે જુલાઈમાં કૃષિમંત્રીએ આશ્વાસન રૂપે સહાય આપશે તેવું જણાવ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow