ક્રૂડ 43% સસ્તું, પેટ્રોલના ભાવ 5% પણ ઘટ્યા નથી

ક્રૂડ 43% સસ્તું, પેટ્રોલના ભાવ 5% પણ ઘટ્યા નથી

ક્રૂડની કિંમતોમાં શુક્રવારે ઘટાડો થયો હતો. હવે આંતરmરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ બેરલદીઠ 79.61 ડૉલર થયું છે. અગાઉ 28 સપ્ટેમ્બર, 2021ના રોજ આ સ્તર હતું. આ જ વર્ષે 7 માર્ચના રોજ ક્રૂડ ઓઇલની કિંમત બેરલદીઠ 139.13 ડોલર સુધી પહોંચી હતી. એ રીતે જોઇએ તો અત્યાર સુધી ક્રૂડ 42.8% સસ્તું થયું છે.

બીજી તરફ, પેટ્રોલ-ડીઝલની કિંમત 5% પણ ઘટી નથી. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં પેટ્રોલ 101 રૂ. પ્રતિ લિ. હતું, અત્યારે 97 રૂ./લિ. છે. વાસ્તવમાં, સપ્લાયને લઇને અનિશ્ચિતતા ઓછી થવાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવા લાગી છે. તેનાથી કિંમત પર અસર થઇ છે. હાલ દેશના વિવિધ ભાગોમાં પેટ્ોલના ભાવ પ્રતિ લિટર 92થી 100 રૂપિયા સુધી છે.

આ કારણસર કિંમત ઘટી રહી છે

  1. માંગને લઇને ચિંતા: મોંઘવારી અનેક દાયકાના ઉચ્ચ સ્તર પર પહોંચવાથી યુરોપ અને US જેવા વિકસિત દેશોએ વ્યાજદરો વધાર્યા છે. તેનાથી ક્રૂડ ઓઇલની માંગ ઘટવાની આશંકા છે.
  2. ચીનમાં અનિશ્ચિતતા: ચીનમાં કોરોનાના પ્રતિબંધોમાં છૂટ બાદ ત્યાં મોટા પાયે સંક્રમણ ફેલાવાની આશંકા છે. જેને કારણે ત્યાં ક્રૂડની માંગ ઘટવાની વકી છે.
  3. રશિયામાં સામાન્ય ઉત્પાદન: પશ્ચિમી દેશોએ રશિયન ક્રૂડ માટે 60 ડોલર/બેરલની ઉચ્ચ મૂલ્યમર્યાદા નક્કી કરી છે પરંતુ, રશિયન ઓઇલની નિકાસ અવરોધાય તેવી આશંકા નથી. ત્યાં તેનું સામાન્ય ઉત્પાદન છે. ભારત પણ રશિયા પાસેથી આ દરે ક્રુડ મેળવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow