દિવસ-રાત મહેનતથી પાક પકવ્યો પણ છેલ્લે રાતાપાણીએ રોવાનો વારો, ભાવનગરમાં ખેડૂતોમાં ભારે નિરાશા

દિવસ-રાત મહેનતથી પાક પકવ્યો પણ છેલ્લે રાતાપાણીએ રોવાનો વારો, ભાવનગરમાં ખેડૂતોમાં ભારે નિરાશા

ભાવનગરમાં એક અંદાજ મુજબ 30 થી 40 હાજર હેક્ટરમાં ડુંગળી નું વાવેતર થાય છે જે રાજયમાં સૌથી વધુ છે અને રાજ્યમાં ઉત્પાદિત થતી ડુંગળી ના 50 ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે ભાવનગરમાં ઘોઘા ,તળાજા ,મહુવા સહિત ના વિસ્તરામાં ડુંગળી નું વાવેતર થાય છે

યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ડુંગળીની આવક થઈ છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 40 હજાર બોરી ડુંગળી લઇ ખેડૂતો આવી માટે આવી રહ્યા છે.  

ત્યારે હવે માર્કેટિંગ યાર્ડમાં વધુ ડુંગળી આવતા ડુંગળીને મુકવાની જગ્યા ઓછી પડી છે. જેથી જગ્યાનો પ્રશ્ન ઉભો થયો છે..  

તો માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ યાર્ડ પાસેની એક પડતર સરકરી જગ્યામાં ડુંગળી ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ જગ્યામાં ડુંગળી ઉતારવા માટે કમ્પાઉન્ડ સહિત અન્ય સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને ડુંગળીના ભાવ ઓછા મળી રહ્યાં છે. તો બીજી તરફ જો યાર્ડમાં હજુ પણ ડુંગળી આવતા ખેડૂતોને ડુંગળીના હાલ કરતા પણ ઓછા ભાવ મળી શકે છે‌‌‌‌  

ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા‌‌‌‌

એક તરફ મોંઘાદાટ બિયારણો બીજીબાજુ મોંઘી મજૂરી અને ગત વર્ષે ભાવનગર જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદના કારણે ડુંગળીના પાકને નુકશાની થઈ છે. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.  

તો બીજીબાજુ ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો 20 કિલોના 100 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીના મળી રહ્યાં છે જે તેમના ઉત્પાદન ખર્ચ કરતા સાવ ઓછા છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો અમને જયારે માલ વહેંચવા આવીયે ત્યારે મિનિમમ  500  રૂપિયાનો ભાવ મળે તો જ અમને ફાયદો થાય છે નહિતર ખેડૂતોને રાતાપાણી એ રોવાનો વારો આવશે

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow