પાક. PM શાહબાઝ શરીફની ચીન મુલાકાત

પાક. PM શાહબાઝ શરીફની ચીન મુલાકાત

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની 2 દિવસીય મુલાકાતે ચીન પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ આજે CPEC જ્વાઈન્ટ કો-ઓપરેશનના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરશે. આ અંતર્ગત બંને દેશોએ કરાચી અને પેશાવર વચ્ચેના રેલ માર્ગના 10 અબજ ડોલરના પ્રોજેક્ટ (ML-1 પ્રોજેક્ટ) પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

PM શાહબાઝ શરીફની આ મુલાકાત જિનપિંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી કોઈપણ રાષ્ટ્રના વડાની પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન પાકિસ્તાન અને ચીન પોતાના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

CPEC શું છે
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે. તેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 અબજ ડોલર (લગભગ 3 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે આર્થિક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા ચીનને અરબી સમુદ્રમાં પ્રવેશ મળશે. CPEC અંતર્ગત ચીન રોડ, પોર્ટ, રેલવે અને એનર્જી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

ઈમરાન સરકારે CPEC રદ કરવાની ઓફર હતી
એશિયા ટાઈમ્સે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ઈમરાન સરકારે 2022ની શરૂઆતમાં CPECને રદ કરવાની ઓફર કરી હતી. ઉપરાંત, ગ્વાદરમાં CPECનો વિરોધ થયો હતો, જેના કારણે આ પ્રોજેક્ટ બે વર્ષથી બંધ હતો. આનાથી ચીન ખૂબ નારાજ હતું. હવે શાહબાઝ સરકાર CPECને ફરીથી રજૂ કરીને ચીનની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ચીનનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ
ચાઇનીઝ અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં એક ઓપિનિયન આર્ટિકલમાં શાહબાઝ શરીફે લખ્યું - પાકિસ્તાન ચીન માટે મેન્યુફેક્ચરિંગ બેસ અને તેના ઈન્ડસ્ટ્રિયલ અને સપ્લાય ચેઇન નેટવર્કના વિસ્તારના સ્વરૂપે કામ કરી શકે છે. બંને દેશો કોર્પોરેટ ફાર્મિંગ, હાઇબ્રિડ સીડ અને ઉચ્ચ ઉપજ ધરાવતા પાકોના વિકાસ અને કોલ્ડ સ્ટોરેજ ચેઇનની સ્થાપના માટે દ્વિપક્ષીય સહયોગને વધારી શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow